દરેક ફળોમાં જે ફળ સૌથી વધુ ખાવાની સલાહ મળતી હોય છે, જે બારેમાસ જોવા મળે છે, તે ફળના પોષકમૂલ્ય વિશે વાત કરીશુ ,જે ખુબજ વિશેષ ગુણ ધરાવે છે અને તે ફળ એટલે સફજન.
તમે સાંભળ્યુ જ હશે કે એક સફરજન દરરોજ ખાવાથી ડોક્ટરથી આપણને દૂર રાખે છે. તે સાચી જ વાત છે. સફરજન જે સૌથી વધુ ઉત્પાદન અને વધુ ઉપયોગમાં લેવાતા ફાળોમાનું એક છે. તેને ચમત્કારિક ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે, એક રિસર્ચ અનુસાર,સૌથી તંદુરસ્ત 10 ખોરાકના લિસ્ટમાં તબીબ દ્વારા સફરજનને પ્રથમ નંબર પર સ્થાન આપવામાં આવ્યું છે.
વિટામિન C જે એક શક્તિશાળી કુદરતી એન્ટીઓક્સિડેન્ટ છે જે શરીરમાં રહેલા રોગપ્રતિકરક શક્તિનો સંચાર કરે છે ,સાથે જ કેલ્શ્યિમ, પોટેશિયમ અને ફોસ્ફરસ વગેરે, ઉપરાંત ડાયેટરી ફાયબર કે જે તમારા લોહીમાં હાનિકારક કોલેસ્ટ્રોલને રોકવામાં મદદ કરે છે અને રોગને વધતો કે થતો ફેલાવે છે.
એનર્જી – 50 kcl
ફેટ -0.16g
વોટર -83g પ્રોટીન 0.25g
બેટા કેરોટીન -27μg કાર્બોહાઇડરટે 13g
થાઈમિન (વિટામિન B1) -0.018mg સોડિયમ 1mg
રીબોફલાવીન 0.024mg વિટામિન B6 0.040mg
પેન્ટોથેનીક એસિડ – 0.060mg વિટામિન C 4.5mg
(વિટામિન B5) વિટામિન K 2.μg
ફોલેટ (વિટામિન B9) 3μg આયર્ન 0.13mg
વિટામિન E 0.018mg મેન્ગેનીઝ 0.035mg
કેલ્શ્યિમ 5mg પોટેશિયમ 106mg
મેગ્નેશિયમ 6mg
ફોસ્ફરસ 11.5mg
તે કેન્સરના બેકટેરિયાને ફેલાવતા રોકે છે,તેમાં રહેલું થાઈમિન અને રીબોફલાવીન રેડસેલર્સને વધારે છે,જેથી લોહીની ઉણપમાં ફાયદો કરે છે. તેમાં રહેલા હાઈ ફાઇબર ખરાબ ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, હાર્ટને હેલ્થી રાખે છે. દિવસમાં એક સફરજન જરૂર ખાવાનું રાખશો, તમે તેને બપોરના જમવાની સાથે પણ લઇ શકો છો જે સમયને સૌથી યોગ્ય કહેવામાં આવ્યો છે.