૪૦ વર્ષે ?
વઘુ ભણેલાં અને ઓછું ભણેલાં સરખા જ.
વઘુ ભણેલાં કરતાં ઓછું ભણેલાં વઘુ કમાય.
૫૦ વર્ષે ?
દેખાવડા અને કદરૂપા સરખા થઇ જાય. કરચલીઓ પડે. ડાઘા પડે. દેખાવ બગડે.
૬૦ વર્ષે ?
મોટી પોસ્ટ અને નાની પોસ્ટવાળા સરખા. રીટાયર્ડ થાય પછી પટાવાળો ય માન ના આપે.
૭૦ વર્ષે ?
મોટું ઘર કે નાનું ધર કોઇ ફરક નહીં.
કેમ કે ટાંટિયા કામ ના કરે. ફરી શકાય નહી.
રહેવા થોડી જ જગ્યા જોઇએ.
૮૦ વર્ષે ?
વઘુ કે ઓછા પૈસાનો કોઇ મોટો ફરક નહી. વાપરવા ક્યાંય જવાય નહી. ક્યાં વાપરવા.?
૯૦ વર્ષે ?
ઉંઘતા કે જાગતા કોઇ ફરક નહી. જાગીનેય શું કરવું તેની ભાંજગડ.
માટે જીવન સરળ બનાવો. છેવટે તો ઉંમર થતાં બધું સરખું જ. શું કામ ટેન્શન લેવું. બધું ભુલી સરસ જીવન જીવો.