આજે આપણે ખુબજ સામાન્ય ઔષધ વિશે વાત કરીશુ જેનો વપરાશ રોજ બરોજની રસોઈ તૈયાર કરવામાં થતો હોઈ છે. iGujju ટીમના રિસર્ચ મુજબ આ ઔષધ અનેક દર્દોની અકસીર દવા તરીકે જાણીતું છે. સામાન્ય રીતે અપણે તેનો ઉપયોગ સામાન્ય શરદી, તાવ, ગેસ, પાચનની સમસ્યા વગેરેને દૂર કરવા માટે કરતા હોઇએ છીએ. આ ઔષધ છે- આદુ.
આદુ તેના આરોગ્ય લાભો માટે જાણીતા સૌથી પ્રાચીન ઔષધ પૈકી એક છે, જેમાં ઉબકા અને પીડાને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. તે કાર્બોહાઇડ્રટ, ડાયેટરી ફાયબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે વિટામિન્સનો સમાવેશ થાય છે. તેના આરોગ્ય લાભો નીચે મુજબ છે.
- સગર્ભા મહિલાઓને થતાં ઉબકા અને ઉલ્ટીમાં આદુ તાત્કાલિક રાહત આપે છે અને તે પણ કોઇપણ જાતની અન્ય આડઅસર વગર.
- આદુ શરીરનો વધારાનો ગેસ દૂર કરવા કાર્ય કરે છે અને શરીરમાં ગૅસનું પ્રમાણ વધતું અટકાવે છે. ઉપરાંત પાચન પ્રક્રિયામાં પણ સહાય કરે છે, જમ્યા પછી આદુના રાસના ૪ થી ૫ ટીપા લેવાથી જેમને અપચાની સમસ્યા રહેતી હોઈ તેમને માટે ફાયદાકારક નીવડે છે.
- આદુનો નિયમિત વપરાશ કરવાથી પેટના અલ્સરને દૂર કરે છે તથા પેટને તંદુરસ્ત રાખે છે. અલ્સરેટિવ કોલેટીસની પીડા અસહ્ય હોઈ છે જે બળતરા ઉત્પન્ન કરે છે, તેવા સમયે આદુની સહાયથી બળતરાને દૂર કરે છે.
- તે હાડકાના સ્વાસ્થ્યને ઉત્તેજન આપવા માટે અને સંધિવાથી સંકળાયેલ સાંધાના દુઃખાવાને દૂર કરે છે, ઉપરાંત તેને શ્વસન સબંઘી વિકારની સારવાર તરીકે પણ વાપરી શકાય છે, તેમાં સક્રિય ઝેરોમ્બોન નામનું તત્વ બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- તે ડાયાબિટીસથી પીડાતા લોકોના લોહીમાં શર્કરાના સ્તરને નિયમન કરે છે અને તેમાં રાહત આપે છે. તમારા જમવામાં પણ તમે આદુને લઇ શકો છો. ઉપરાંત તે બેકટેરીઅલ, વાયરલ અને ફંગલ ચેપને અટકાવે છે, મોઢાની તાજગી જાળવી રાખે છે.
- તે ત્વચાની સંભાળ રાખવામાં મદદ કરે છે, ચામાં આદુ નાખી પીવાથી પણ અનેક ફાયદાઓ જોવા મળે છે, આદુનો રસ તમે રોજિંદા આહારમાં પણ ઉમેરી શકો છો.
આદુનો ઉપયોગ તમે રસોઇમાં તે ઉપરાંત પણ ઘણી રીતે કરી શકો છો, આદુ અને ગોળનું શરબત, હની સાથે ઉમેરીને સ્મૂથી બનાવી શકો છો, સૂપમાં,અથાણામાં વગેરેમાં ઉમેરી શકો છો.


















































