આપણા જીવનમાં પાણી ખુબ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે દિવસ દરમ્યાન આશરે ૧.૫ થી ૨ લિટર પાણી પીવું અનિવાર્ય છે, પરંતુ પાણી ક્યારે અને કેટલું પીવું? પાણી પીવા માટે કયો સમય યોગ્ય છે? જાણો વિજ્ઞાનિક ગણતરી તે વાતમાં દરેકના અલગ અલગ મત જોવા મળે છે. આજે આપણે આયુર્વેદ પાણી પીવા વિશે શું કહે છે તેના વિશે ચર્ચા કરીશુ. બધા લોકોના મનમાં આ સામાન્ય પ્રશ્ન ઉદભવતો હશે કે જમ્યા પેહલા અથવા જમ્યા પછી અથવા જયારે જમતા હોઈએ ત્યારે પાણી પીવું જોઈએ કે નહિ? તો ચાલો જાણીયે ક્યારે પાણી પીવુ કે ન પીવુ સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
➔ સવારે ઉઠીને સાદું પાણી અથવા હુંફાળું પાણી પીવું ઉત્તમ સમય છે. થાક લાગવાનું મુખ્ય કારણ ડીહાઇડ્રેશન છે. તેથી શરીરને જયારે થાક લાગે ત્યારે એક ગ્લાસ પાણી પીવાનું રાખવું.
➔ જો તમે જમવા પેહલા પાણી પીવો છો તો તમારી પાચન શક્તિ મંદ પડી જાય છે. જમવા બેસો તેના એક કલાક પેહલા પાણી પીવું યોગ્ય નથી. જમતા પેહલા પાણી પીવાથી શરીર અશક્ત બને છે.
➔ જમ્યા પછી પણ તરત પાણી પીવું સલાહભર્યું નથી. જમ્યા પછી કલાક બાદ પાણી પીવું, જે તમારી પાચનપ્રકિયા વધુ સક્રિય બનાવશે.
➔ જયારે તમે બીમાર હોવ અથવા એવું લાગતું હોઈ કે શરદી અથવા ફલૂની અસર છે ત્યારે બને તેટલું પાણી વધુ પીવાનું રાખવું. જે શરીરમાં રહેલા ઇન્ફેકશન અને ઝેરી તત્વોને બહાર કાઢી ફેંકે છે. જયારે તમે કસરત કરો શરુ કરો ત્યારે અને કસરત દરમ્યાન અને તે પૂર્ણ થયા બાદ પણ પાણી પીતા રહેવું ખુબજ જરૂરી છે.
આપણા જીવનમાં પાણી ખુબજ મહત્વનું છે પરંતુ જો તેને નિયત સમય પર લેવામાં આવે ત્યારે તે વધુ અસરકારક વર્તે છે.


















































