મૂળાને તમે કચુંબર તરીકે ખાધુ હશે, ઘણા લોકો શાકમાં પણ મૂળાને નાંખતા હોય છે, પરંતુ શું તમને ખબર છે મૂળાનો ફેસપેક લગાવવાથી ચહેરા પર અનોખી ચમક આવે છે. કોઇ પણ ક્રિમ કરતા વધારે ગ્લો મૂળાના ફેસપેકથી આવે છે. સાંભળવામાં થોડુ અજીબ લાગશે કે મૂળાનો ફેસપેક તમને નિખાર આપશે પણ મૂળાના ફેસપેકથી તમારી ત્વચા બ્લીચ પણ થાય છે. જો તમારી સ્કીન સેન્સેટિવ છે તો મૂળાનું ફેસપેક ના લગાવશો, કારણકે તેને લગાવવાથી થોડી બળતરા પણ થાય છે.
કેવી રીતે બનાવશો મૂળાનો ફેસપેક ?
મૂળાનો ફેસપેક બનાવવા માટે મૂળાનો એક મોટો ટુકડો લો. તેને છોલીને ધોઇ લો, બાદમાં તેને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં થોડો લીંબુનો રસ નાંખો અને જૈતુનનું તેલ નાંખીને મિક્સ કરી લો. તમારો મૂળાનો ફેસપેક તૈયાર છે. ચહેરા પર લગાવીને થોડો સમય રહેવા દો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટને લગાવવાથી થોડા જ સમયમાં ચહેરા પર નિખાર આવશે.
જો એક વાર લગાવ્યા બાદ તમને ફોડલી થાય છે કે રિએક્શન આવે છે તો આ ફેસપેકને બીજી વાર ના લગાવવો જોઇએ. ચહેરા સિવાય ગરદનના ભાગ પર અને કાંડા પર પણ લગાવી શકાય.
જો તમારી ડાર્કસ્કિનને ફેર બનાવવા ઇચ્છતા હોવ તો તમારે આ ફેસપેક ટ્રાય કરવો જોઇએ. મૂળાના આ ફેસપેકથી ડાર્કસ્કિન તો દુર થાય જ છે તે સિવાય ચમક પણ આવે છે.


















































