દિલ્હી કેપિટલ્સએ પંજાબને 7 વિકેટે હરાવ્યું છે. 167 રનના પડકારનો પીછો કરવા ઉતેરેલી દિલ્હીની ટીમે 167 રનનો લક્ષ્યાંક 17.4 ઓવરના અંતે 3 વિકેટે પ્રાપ્ત કર્યો છે. શિખર ધવને શાનદાર બેટિંગ કરતા 47 બોલમાં 69 રનનું યોગાદાન આપ્યું હતું. પૃથ્વી શૉ 39 રન, સ્ટીવ સ્મિથ 24,ઋષભ પંત 14 રન બનાવી આઉટ થયા હતા. શિમરોન હેટમાયર 16 રને નોટ આઉટ રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન બનાવ્યા છે. આ પહેલા પ્રભસિમરન સિંહ 12, ક્રિસ ગેલ 13 અને ડેવિડ મલાન 26, દિપક હુડા, શાહરૂખ ખાન 4, ક્રિસ જોર્ડન 2 રને આઉટ થયા હતા. મયંક અગ્રવાલે કેપ્ટન ઈનિંગ રમતા 58 બોલમાં 99 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી કગીસો રબાડાએ 3 વિકેટ લીધી હતી.
આઈપીએલ 2021(IPL 2021)ની 29મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કેએલ રાહુલને એપેન્ડિક્સ(Acute appendicitis)માં ભારે દુખાવાની ફરિયાદ બાદ સર્જરી અને સારવાર માટે મુંબઇ મોકલવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર, રાહુલે ગઈકાલે રાત્રે પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી અને દવા લીધા પછી પણ તેને આરામ ન મળ્યો. તેમને તપાસ માટે ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં જાહેર થયું હતું કે તેમને એપેન્ડિસાઈટિસમાં ગંભીર સમસ્યા છે. તેણે કહ્યું, તેની સારવાર સર્જરીથી કરવામાં આવશે અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. કેએલ રાહુલ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, તેથી તે આજની મેચ રમી શકશે નહીં. મયંક અગ્રવાલ રાહુલની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે.
VR Sunil Gohil


















































