દહીં વડાનું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. દહીં વડા એક એવી વાનગી છે જે દરેક લોકોને ભાવતા હોય છે. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે દહીં વડા સોફ્ટ થતા નથી. આમ, જો તમે પણ ઘરે દહીં વડા બનાવો અને સોફ્ટ ના બનતા હોય તો આ સિક્રેટ ટિપ્સ નોંધી લો તમે પણ…
સામગ્રી
- એક કપ અડદની દાળ
- સ્વાદાનુંસાર મીઠું
- તેલ
- હિંગ
- શેકેલું જીરું
- ઘટ્ટ દહીં
- લાલ મરચુ
- કોથમીર
- પાતળી છાશ

બનાવવાની રીત
- દહીં વડા બનાવવા માટે સૌથી પહેલા એક કપ અડદની દાળ લો.
- ત્યારબાદ દાળને ઓછામાં ઓછા 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
- હવે દાળમાંથી બધુ પાણી કાઢીને મિક્સરમાં ક્રશ કરી લો. ક્રશ કરતી વખતે પાણીની જરૂર પડે તો થોડુ પાણી લો અને પછી ક્રશ કરો.
- દાળ ક્રશ થઇ જાય એટલે એક વાસણમાં કાઢી લો અને બરાબર એક સાઇડ હલાવો.
- ત્યારબાદ આમાં મીઠું ઉમેરો.
- હવે આ ખીરાને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ થઇ જાય એટલે એમાં વડા ઉમેરો.
- હવે આ વડા થઇ જાય એટલે પાતળી છાશ બનાવો અને એમાં આ વડા નાંખો.
- તમે છાશમાં વડા નાંખશો એટલે વડા થોડા ફુલીને સોફ્ટ થશે.
- થોડીવાર પછી વડા કાઢો અને એક પ્લેટ લો.
- હવે આ પ્લેટમાં વડા મુકીને ઉપરથી ઘટ્ટ દહીં નાંખો.
- દહીં નાંખ્યા પછી એમાં શેકેલું જીરું, લાલ મરચુ, કોથમીર નાંખીને ગાર્નિશ કરો.
- તો તૈયાર છે દહીં વડા
- તમે ઇચ્છો તો દહીં વડામાં દાડમના દાણા પણ નાંખી શકો છો.