એકજ મંચ ઉપર 93 લેખકોના ચાર પુસ્તકોનું વિમોચન થયાની ઐતિહાસિક ઘટના અમદાવાદ ખાતે ઘટી . અમદાવાદના અટિરા ખાતે આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો જેમાં ચાર પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.


“આ એક અદભુત ઘટના એટલા માટે છે કેમકે 4 પુસ્તકો, જેમાંથી 3 કાવ્યસંગ્રહો અને 1 નવલકથા, જેમાં એક સાથે 93 ઉભરતા લેખકો સાથે એક જગ્યાએ પ્રકાશિત કરવામાં આવી હતી. આ બુક લોન્ચ માં એક સાથે આટલી મોટી સંખ્યામાં લેખકોની હાજરી અને ઉપસ્થિતિ એ સાહિત્ય જગત માટે ખુબ ઉમદા સિદ્ધિ ગણી શકાય”

આ પ્રસંગે ગુજરાત સમાચારના વરિષ્ઠ લેખક શ્રી પરાજિત પટેલ, એચ કે કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો. ગોપાલ ભટ્ટ, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટના તકનીકી સહાયક વિશ્વેશ ભારતીય અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને સ્ત્રીત્વ ક્લબ ના કોર કમિટી મેમ્બર આરતી પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ મુખ્ય અતિથિ દ્વારા સર્વે લેખને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા તથા એંથોલોજીના વિજેતાઓને આઇટી કન્સલ્ટન્ટ વિઝન રાવલ ના હસ્તે ટ્રોફી એનાયાત થઈ હતી. પાર્થ વાઢેર દ્વારા આ કાર્યક્રમનું સંચાલન થયું હતું

આ કાર્યક્રમનું આયોજન વી પબ્લિશર્સ – વિઝન ઇનકોર્પ અને “હાર્ટ ઓફ લિટરેચર” ગ્રુપ દ્વારા થયું હતું, જેમાં કવિજગત, આઈ ગુજ્જુ અને ન્યુઝ મોન્ક દ્વારા આ લેખકોની રચનાઓને એ પ્લેટફોર્મ આપયું હતું અને ટૂંક સમયમાં આ ત્રણ પોર્ટલ ઉપર તેને રજુ કરવામાં આવશે.

શ્રી પરાજિત ભાઈ પટેલ અને ડો.ગોપાલ ભટ્ટ દ્વારા લેખકોને ખુબ સારી ટિપ્સ અને પ્રોત્સાહન પૂરું પડતા આશીર્વચન અપાયા હતા. આ ઉપરાંત વિશ્વેશ ભારતીય દ્વારા તેઓની રચના રજુ કરાઈ હતી અને સ્ટેજ ફિયર દૂર કરવાની ટિપ્સ અપાઈ હતી. આ પ્રસંગે જાણીતા ગુજરાતી અભિનેત્રી આરતી પટેલ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ અને સ્ત્રીત્વ એન્ટરપ્રેનુર ક્લબ વિષે મહત્વની માહિતી પણ પુરી પાડવામાં આવી હતી

સંપાદક આદિત શાહ “અંજામ” દ્વારા સારથી નામાક સાહિત્યસંગ્રહ લોન્ચ કર્યો. નવોદિત કવયિત્રી પ્રિયલ વસોયા આ પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર છે જ્યારે રાજશ્રી સાગર, અમદાવાદની યુવા કવિતા, આ પુસ્તકના સહ-સંપાદક છે. સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 30 લેખકો અને કવિઓ સારથિઅને હાર્ટ ઓફ લિટરેચર જૂથ સાથે જોડાયેલા છે.
આ કાર્યરમાંના કુલ 93 લેખકોનું પુસ્તક વિમોચન હતું જેની અંતર્ગત …
“સારથિ” ના 30 લેખકો,
“પ્રેમ” ના 25 લેખકો,
“અવસર” ના 27 લેખકો અને નવલકથાના
1 લેખક “કમિંગ ટૂ ટર્મ્સ … ફ્રોમ એનએમ ટુ એનએમ સુધી”,
વી પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત થયેલ છે.

પ્રેમ અને અવસરની રચના શ્રીમતી ચેતનાબેન ભાટિયાએ કરી છે, જે મૂળ મુંબઈ નિવાસી છે તો શમિમ મર્ચન્ટે તેની પહેલી નવલકથા “કમિંગ ટૂ ટર્મ્સ …. ફ્રોમ એનએમ ટુ એનએમ” લખેલી છે. આ કાર્યક્રમ અંતર્ગત આરતી પટેલ દ્વારા તેમના આગામી પ્રોજેક્ટ ” સ્ત્રીત્વ ” મહિલા ઉદ્યોગસાહસીઓ માટે છે તેની માહિતી પીરસી હતી. આ કાર્યક્રમ સુરતથી બિઝનેસ સ્ટોરી ના એડિટર રોશની ત્રિવેદી, આજનો યુગ સમાચાર પત્ર ના તંત્રી ફાલ્ગુન ઠક્કર તથા મીડિયા વેલ્ફેર ટ્રસ્ટના અંકિત હિંગુએ પણ હાજરી આપી હતી.


















































