મારી પત્ની અને હું : બાલમંદિર થી મિત્ર…
સીન 1
એક નાનકડા છોકરાએ
એક નાની છોકરીને કહ્યું : હું તમારો BF છું.!!!
નાની છોકરીએ પૂછ્યું : BF શું છે..?
છોકરાએ હસીને જવાબ આપ્યો :
તેનો અર્થ છે Best Friend
સીન 2
અમે બાદમાં યુવાન થયા.
યુવકે યુવતીને કહ્યું : હું તમારો BF છું!
છોકરીએ છોકરાના ખભા પર થોડું ઝૂક્યું,
શરમાઈને પૂછ્યું : BF શું છે..?
છોકરાએ જવાબ આપ્યો : હું Boy Friend છુ!.
સીન 3
થોડા વર્ષો પછી અમે લગ્ન કરી લીધા,
સુંદર બાળકો થયા,
અને પતિ ફરીથી સ્મિત કરીને
તેની પત્નીને કહ્યું : હું તમારો BF છું..!!!
પત્નીએ નરમાશથી
તેના પતિને પૂછ્યું : હવે BF શું છે..?
પતિએ મનોહર અને ખુશ બાળકો તરફ જોયું અને જવાબ આપ્યો : Baby’s Father !
સીન 4
હવે અમે વૃદ્ધ થયા,
અમે સાથે બેસીને આભના મંડપ પર સૂર્યાસ્ત નિહાળીએછે,
અને વૃદ્ધ વ્યક્તિ તેની પત્નીને કહે છે :
હની..! હું તમારો BF છું.!!!
વૃદ્ધ સ્ત્રી તેના ચહેરા પર કરચલીઓ સાથે સ્મિત : અરે..આ ઉંમરે BF શું છે?
વૃદ્ધે ખુશીથી સ્મિત આપ્યું અને એક
રહસ્યમય જવાબ આપ્યો : Be Forever!
સીન 5
જ્યારે મરણ પથારી પર પડેલ વૃદ્ધે રડમશ સ્વરે કહ્યું : હું તમારો BF…
એણે ઉદાસીભર્યા અવાજે પૂછ્યુ : BF શું છે ??
વૃદ્ધે જવાબ આપ્યો અને પછી તેની આંખો બંધ કરી : Bye forever !
ફ્યુચર નો લાસ્ટ સીન
થોડા દિવસો પછી, વૃદ્ધ મહિલા નું પણ નિધન થયું.
તેની આંખો બંધ કરતા પહેલા, આછા સ્મિત સાથે વૃદ્ધ મહિલા એ તસ્વીર ને કહ્યુ : હા,..હું જ તમારી BF.
Besides Forever

















































