કેટલા અને કેવા જુદાં જુદાં રૂપમાં આપણને જોવા મળે છે..ક્યાંક એ બળવાન છે ક્યાંક એ ક્રાંતિમાન છે..ક્યાંક એ એની જરૂરિયાતને
બિનજરૂરી માને અને ક્યાંક એ જરૂરી ચીજને જરૂરી ન પણ માને..ક્યાંક એ પત્ની બનવા માટે માં બનવાનું ભૂલી જાય તો ક્યાંક માં
બનવામાં સિંદૂરની પણ બલી ચડાવી દે..!
આ બધુ અટપટું લાગે છે ને ?
તો દ્રષ્ટાંત જોઈ લો..1957 માં આવેલી “મધર ઇન્ડિયા” ધ સોશીયલ ડ્રામા ફિલ્મમાં નરગીસના પાત્ર એ ખળભળાટ સર્જ્યો હતો.
એક માતાએ પોતાના બાળકોનો ઉછેર ગરીબી અને સતત સતાવતા લેણીયાતો વચ્ચે કર્યો અને તે જ માતાનું સ્વરૂપ અંતમાં જોયું ત્યારે
તે અકલ્પનીય લાગ્યું કે પોતાના જ જન્યાં ને જણનારી મારી પણ શકે અવળે માર્ગે જાય તો ધોલ પણ પડે અને ના માને તો તેને
ગોળીએ પણ દઈ દેવાય..ગર્ભ સંસ્કાર થાય તેના પછી પણ સંસ્કારો રેડાય..પણ પછી ન સમજે એટલે એ પોતાની કોખને વીંધી પણ
શકે છે.
બીજું સ્વરૂપ આવ્યું “અવતાર” ફિલ્મમાં (1984) કે જેમાં પોતાના સંતાનો અને પતિ વચ્ચે સતત ભીંસાતી શબાના આઝમી ના
સ્વરૂપે એક માતા જોવા મળી..આવેગોમાં અટવાતી અને સતત કચવાતી માતા પતિ સાથે રહીને સંતાનોથી વંચિત રહે છે અને
આગળ જતાં થોડા શબ્દો દ્વારા પોતાના પતિના હ્રદયને ચિરી નાખે છે..કેવી પરિસ્થતિ હશે ?? કોઈ સ્ત્રીની વિચાર્યું છે ??
માન્યું કે આ ફિલ્મ છે પણ વાસ્તિકતાનું પ્રતિબિંબ છે..ખૂબ અઘરું અને કઠોર જીવન થઈ પડે જ્યારે જીવ બાળીને ઉજાણી કરવી પડે..
ખરુંને !!
આના પછીના સ્વરૂપમાં જોઈએ કે થોડા નરસા પાંસા પણ ધરાવે છે કેટલીક માતા ફિલ્મ "ઘર હો તો ઐસા" (1990) માં એક લાલચુ
અને શાતિર દીમાગ વાળી માતા નજરે ચડી કે જે પૈસા માટે પોતાના દીકરાને વિધુર પણ બનાવી શકે એને વેચી પણ શકે અને નવી
નવી ચાલ અને નાટકથી ઘરને નર્ક પણ બનાવી શકે.
એનાં પછી હજુ થોડું આગળ ચાલીએ તો આવ્યું “બાગબાન” ફિલ્મ (2003) આમાં કંઈ વધુ કહેવાની જ જરૂર નથી કેમકે ફિલ્મ જ
ઘણું બધું બોલી દે છે એક માતા માટે એના સંતાન અને પતિ ની પસંદગી જ્યારે કરવામાં આવે ત્યારે માતા નહિ પણ પત્ની નિર્ણય કરે
છે..અને યોગ્ય નિર્ણય લે છે લાગણીઓમાં તણાય નથી જતી…ઘણી બધી એવું બન્યું છે કે સ્ત્રીને લાગણીઓના દરિયામાંથી કોઈ
બચાવીને લાવી શક્યું નથી.
આના પછી થોડું આગળ વધીએ તો 2007માં આવેલી ખૂબ ચર્ચિત ફિલ્મ “તારે જમીન પર” જેમાં એક માતા પોતાના જીવનની
ઘટમાળમાં અને ભાગાદોડી કરતી નજરે આવે છે બાળકને પ્રેમ અને વિશ્વાસ બંને આપે છે..વધુ સહારો આપવામાં ક્યાંક એને
સમજવાની સમજ વિસરાય જાય છે.
એનાં પછી આવી શ્રી દેવીજી ની અંતિમ ફિલ્મ. “MOM” (2017)જેમાં એક સાવકી માતા પોતાના માતૃત્વને અને સ્ત્રીના
અસ્તિત્વને બચાવવા જાસૂસ બને છે ખૂન કરે છે..પોતાની બ્યુટી નહિ પણ બાહોશતાનું દર્શન કરાવે છે.
ત્યારબાદ આવ્યું “Gully Boy” (2019) કે જેમાં બે બાબતો બતાવી કે એક એવી કમજોર માતા કે જે પોતાના પતિના બીજા નીકાહને
ચૂપચાપ સહી લે છે..એક એવી માતા કે જે એનું બાળક ખોટું હોવા છતાં પંપાળે છે..એક એવી માતા પણ તેમાં જોવા મળે છે કે જ્યાં
તે પોતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપી ઘર છોડીને પ્રેમી સાથે ભાગી જાય છે.
અને અંતમાં એક વેબ સિરીઝ “દિલ્હી ક્રાઈમ” (2019)માં છલકાતી વર્દી ધારી માતા કે જેને તેની દીકરીને પોતાના દેશનું મહત્વ અને
મૂલ્ય સમજાવું છે..એક સ્ત્રીની સાથે થયેલા અન્યાયને ન્યાય અપાવવો છે..તેની ફરજ અને જવાબદારી ને નિભાવવા છે..તેવી માતા..!
દરેક રૂપમાં માતા માતા જ છે..એક સ્ત્રી એક શક્તિ છે એક આશા છે..એના પર સંસાર નભેલો છે..એનાથી સંસાર ચાલે છે..એ જ
વાવે છે ઉછેરે છે અને જતન કરે છે…
માતા વિશે સારું સારું લખ્યું છે બહુ લોકોએ પણ મને મારી નજરથી આ બધી માતાઓનું વ્યક્તિત્વ પણ દેખાય છે એ પણ સ્પર્શે છે..હ્રદયને અડી જાય છે..અંદર સુધી ઘુસી જાય
છે..એક સ્ત્રી જ બહુ અદભૂત પદાર્થ છે..અને જ્યારે તે માતા બને ત્યારે તે વધુ ઉન્નત અને શ્રેષ્ઠ બને છે..!
દુનિયાની તમામ માતાને વંદન.. ( આમાં પિતાની અંદર વસતી માતાઓનો પણ સમાવેશ થયેલ છે)
હસતાં રહો..
– હિરલ જગડ


















































