2 વર્ષ સુધી કેન્સર સામેની લડત લડ્યા બાદ બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું આજે અવસાન થયું છે. મુંબઇના ગિરગાંવ વિસ્તારમાં સ્થિત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઋષિ કપૂરે આજે સવારે 8 કલાકને 45 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સમયે તેમની સાથે પત્ની નીતૂ, દિકરા રણબીર કપૂર સહિત પૂરો પરિવાર હાજર હતો.

ઋષિ કપૂરના મરીન લાઇન્સના ચંદનવાડી સ્મશાન ઘાટ પર 4 કલાક 17 મિનિટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આ અંતિમ યાત્રામાં માત્ર 24 લોકોને સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે. અંતિમ સંસ્કાર દરમિયાન મુંબઇ પોલિસે નીતૂ કપૂર, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રાજીવ કપૂર, રણધીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, વિમલ પારિખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડૉક્ટર તરંગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, જય રામ, રોહિત ધવન, રાહુલ રવૈલ, કુણાલ કપૂરને હાજર રહેવાની પરવાનગી મળી છે. પુત્ર રણબીરે મુખાગ્નિ આપી હતી. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા પિતાની અંતિમ વિદાયમાં પહોંચી ન શકી.


















































