ઘરની ખરીદી ભાવનાત્મક નિર્ણય હોય છે, કારણ કે આ જગ્યામાં એવી યાદો નિર્માણ થાય છે જે કાયમ તમારી જોડે રહે છે. જોકે હોમ લોન લેતી વખતે આપણે પૂરતું નિયોજન કરીએ ખરા? શું હોમ લોન યોજના ઉદ્યોગમાં શ્રેષ્ઠતમ છે તેની આપણે ખાતરી કરીએ છીએ?

હોમ લોન લેવા માટે વિશ્લેષણ અને નિયોજન જરૂરી છે, કારણ કે આ લાંબા ગાળાની અને મોંઘી કટિબદ્ધતા હોય છે. યોગ્ય સંશોધન વિના લોન લેવાથી તમારા નાણાકીય કલ્યાણને હાનિ પહોંચી શકે છે. હોમ લોન લેતી વખતે લોકોએ બહુ સાવધાન રહેવું જોઈએ, જેથી તેઓ ખોટી યોજના કે ખોટા ધિરાણદાર સાથે સપડાઈ ન જાય.
સ્વ- આકલન નહીઃ સૌપ્રથમ કોઈ પણ લોન માટે અરજી કરતા પહેલા ઉત્તમ ક્રેડિટ સ્કોર ધરાવવો ફરજિયાત છે. એક્સપીરિયન જેવા ક્રેડિટ બ્યુરો તમને મફતમાં અને અમર્યાદિત વખત ક્રેડિટ રિપોર્ટસ આપે છે, જે ડાઉનલોડ કરવાનું આસાન અને સુવિધાજનક હોય છે. ૭૦૦થી વધુ ક્રેડિટ સ્કોર સાથે તમને તરફેણકારી યોજના મળી શકે છે. આનાથી ઉત્તમ બેન્કો થકી લોન માટે અરજી કરવા તમને સરળ રહે છે. ધિરાણદાર તમારા ધિરાણમૂલ્યનું મૂલ્યાંકન કરે છે, જેમાં નબળો ધિરાણ/પુનઃ ચુકવણી ઇતિહાસ સ્કોર ઓછો કરી શકે અને ઋણદાર સારી હોમ લોન યોજના માટે અપાત્ર બની શકે છે. ભારતમાં ઉદ્યોગમાં મંજૂર કરાતી ફક્ત ૭ ટકા હોમ લોન એક્સપીરિયન સ્કોર ૩૦૦- ૭૦૦ સાથેના ગ્રાહકોને આપવામાં આવે છે.
યોગ્ય સંશોધનનો અભાવઃ હોમ લોન બહુ જ સામાન્ય બની ચૂકી છે અને સરળતાથી મળે છે. વધતી માગણી સાથે ઘણી બધી નાણાકીય સંસ્થાઓ સંબંધિતોની જરૂરત અનુસાર ગ્રાહકલક્ષી યોજનાઓ આપે છે. આથી ચોક્કસ સંસ્થામાં લોન માટે અરજી કરવા પૂર્વે યોગ્ય સંશોધન કરવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઘર ખરીદદારોએ તેમની આવશ્યકતાઓ બે વાર ચકાસી લેવી જોઈએ, તેમની નાણાકીય બાબતોનું નિયોજન કરવું જોઈએ, નિયમો અને શરતો તપાસી લેવા જોઈએ, છૂપા શુલ્ક, પ્રક્રિયા ફી અને સાનુકૂળ પુનઃચુકવણી વિકલ્પો ઓળખવા જોઈએ અને તે મુજબ યોગ્ય બેન્ક અને યોજના ચૂંટવા જોઈએ. આજકાલ ઘણી બધી વેબસાઇટ્સ અલગઅલગ બેન્કો દ્વારા અપાતી હોમ લોન યોજનાઓની તુલના કરવાની તમને સુવિધા આપે છે. સંશોધનનો અભાવ બિનજરૂરી શુલ્ક અથવા ઉચ્ચ ઈએમઆઈ ભરવા માટે તમને પ્રેરિત કરી શકે છે.
મુદત ટૂંકી હોય તેમ જોખમ ઉચ્ચ હોય છેઃ શક્ય ત્યાં સુધી ટૂંકી મુદતની હોમ લોન નહીં અપનાવવાનું સલાહભર્યું છે, કારણ કે મુદત ટૂંકી હોય તેમ લોનની રકમ નાની હોય છે. આનાથી ઉચ્ચ ઈએમઆઈ રકમને ધ્યાનમાં લેતાં ઈએમઆઈની ચુકવણીમાં ડિફોલ્ટનુ ઉચ્ચ જોખમ પણ ઉદભવી શકે છે. પાત્ર રકમ ઉંમર, ધિરાણ ઇતિહાસ અને પુનઃચુકવણી ક્ષમતા જેવાં વિવિધ પરિબળો પર આધાર રાખે છે. ઉપરાંત તમારે ઉચ્ચ રકમ લેવા અને તરફેણકારી નિયમો અને શરતો મેળવવા માટે ઉચ્ચ ક્રેડિટ સ્કોર અને ઉત્તમ પુનઃચુકવણી ઇતિહાસ ધરાવવાનું જરૂરી હોય છે. મુદત લાંબી હોય તેમ તમારા ઈએમઆઈ અને તમારા નાણાકીય હેતુઓને પહોંચી વળવાનું આસાન હોય છે.
પુનઃચુકવણી ક્ષમતાઃ લોકો સામાન્ય રીતે સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ તેમની પુનઃચુકવણીની ક્ષમતાની ગણતરી કરવા સમયે તેમના માસિક ખર્ચને ગણતરીમાં લેતા નથી. બેન્કો સામાન્ય રીતે લોન આપવા સમયે તમારી લાયેબિલિટીઓ જોતી હોય છે. જો તમારો માસિક ખર્ચ ઉચ્ચ હોય અને તમે ઉચ્ચ ઈએમઆઈ રકમ સાથે હોમ લોન લેવા માગતા હોય તો મોટી આર્થિક કટોકટી ઉદભવી શકે છે. તમારો ઈએમઆઈનો બહારી પ્રવાહ સામાન્ય રીતે તમારી આવકના ૩૦-૪૦ ટકાથી વધુ નહીં હોવા જોઈએ. તમારી આવકમાં ભવિષ્યમાં વૃદ્ધિ જેવી ભવિષ્યના ઘટનાઓ પર આધાર નહીં રાખવો જોઈએ અને તેને બદલે મોટી લોન લેવા પૂર્વે તમારી વર્તમાન નાણાકીય સ્થિતિનો વિચાર કરવો જોઈએ. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં લોન માટે અરજી કરતા પહેલા અથવા મોંઘી મિલકતોની પસંદગી કરતી વખતે તમારા ખર્ચનું ઊંડાણથી અધ્યયન કરવાનું સલાહભર્યું છે.
કોઈ પણ વીમા રક્ષણ નહીં લેવુઃ હોમ લોનના ઋણદારોએ નાણાકીય તાણથી તેમના પરિવારનું રક્ષણ કરવા માટે યોગ્ય વીમા રક્ષણ લેવું જોઈએ. કોઈ પણ અણદેખીતી કટોકટીમાં હોમ લોન વીમો પરિવારને લેણાં ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે. ઘણી બધી વીમા યોજનાઓ હોમ લોન સામે રક્ષણ આપે છે, જેમ કે, તમારી લાયબિલિટીઓનો સમાવેશ કરતું જીવન રક્ષણ લેવું. તમારી લાયેબિલિટીઓ સંરક્ષિત નહીં કરવી તે જોખમ છે, જે મોટા ભાગના ઋણદારો ધ્યાનમાં લેતા નથી. આથી જ તમારા પરિવારના સભ્યોને કોઈ પણ નાણાકીય બોજથી રક્ષણ આપવાની ઉચ્ચ ભલામણ છે.
~ એક્સપીરિયન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર નીરજ ધવન દ્વારા


















































