દરેક યુવતી પોતાના વાળને લઈને ખુબજ કોન્શ્યિસ રહે છે, અને જયારે ખાસ પ્રસંગ, પાર્ટી કે ફરવા જવાનું થાય ત્યારે વાળને સ્ટાઈલિશ રાખવા સ્ટ્રેઇટનરનો ઉપયોગ બધા કરતા જ હોય છે. સ્ટ્રેઇટનરના ઉપયોગથી આપણા વાળ ખુબસુરત અને મેનેજ રહે છે અને તેનો ઉપયોગ પણ ઘણો સરળ છે પરંતુ તેની સાથે તેના અનેક ગેરલાભ પણ થાય છે.
સ્ટ્રેઇટનરનો ઉપયોગ કરતા પહેલા તેની સાઈડ ઈફેક્ટ વિશે જાણકારી મેળવવી પણ જરૂરી છે તેનો ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. વાળને થતી આડઅસર નીચે મુજબ છે.
➔ સ્ટ્રેઇટનરનો ઉપયોગ કરવાથી વાળ ડ્રાય અને શુષ્ક બની જાય છે. સ્ટ્રેટનર મશીનની ગરમી લાગવાથી વાળ પોતાનું કુદરતી ઓઇલ ગુમાવી દે છે અને વાળ બેજાન બની જાય છે. હેર સ્ટ્રેટ કરતા પહેલા હેર સીરમ લગાવીને કરવું જે હેર ડેમેજ કરતા અટકાવે છે.
➔ સ્પ્લિટ હેરનું પ્રમાણ વધી જાય છે જેથી વાળ લાંબા કરવામાં પણ મુશ્કેલી રહે છે. વાળ રુક્ષ બની જાય છે. તેવું થતું અટકાવવા કન્ડિશનરનો ઉપયોગ વધુ કરવો જેથી તમે વાળ મેનેજ કરી શકો. લીલા નાળિયેરનું દૂધ પણ રુક્ષ વાળ માટે ખુબ જ અસરકારક છે તે વાળને સિલ્કી કરવા મદદ કરે છે.
➔સ્પ્લિટ હેર દૂર કરવા અર્ગન હેર ઓઈલ અને શેમ્પુ, એવોકાડો યુકત શેમ્પુ ઉપયોગમાં લેવું. વધુ પડતા સ્ટ્રેટનર મશીન ઉપયોગમાં લેવાથી હેરફોલની સમસ્યા વધી જાય છે. વારંવાર તેનો ઉપયોગ ટાળવો. હેરને રેગ્યુલર ઓઇલ મસાજ કરવો જેથી ડ્રાય સ્કેલ્પ રહેશે નહિ અને તેના રૂટ્સ મજબૂત બનશે.
➔સ્ટ્રેટનર મશીનની ગરમીથી વાળ અકાળે સફેદ થવા માંડે છે. જેથી બને તેટલો તેનો ઉપયોગ ટાળવો અને વાળને હંમેશા મોઈશ્ચરાઈઝ રાખવા. નિયમિત કુદરતી ઓઇલ અને માઈલ્ડ શેમ્પુ અને કન્ડિશનરનો ઉપયોગ કરતા રહેવું.
ઉપરોક્ત આડઅસર વિશે ચર્ચા કાર્ય બાદ સ્ટ્રેટનર મશીનનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો અને કરતા પહેલા અને કાર્ય પછી સીરમ અને હેર ઓઇલનો ઉપયોગ જરૂર કરવો જેથી તે નુકસાનથી બચી શકાય.


















































