દિલદાર દોસ્તાર મળ્યા મને અને
હું આ જિંદગી જીતી ગયો
જાણે જુઓ રાહ કોઈ તહેવાર માં બસ
હું જિંદગી જીતી ગયો
વરસતા વરસાદ માં કોઈ છત્રી ધરી દે તેમ
હું જિંદગી જીતી ગયો
તકલીફો ના મોજા હતા ફરી વળ્યાં દોસ્તો એ
ઝાલ્યો હાથ અને હું જિંદગી જીતી ગયો
નસીબદાર ને મળે છે આવા દિલદાર દોસ્તો
હું હતો નસીબદાર હું જિંદગી જીતી ગયો
ખુશનુમા સાંજ પડી અને મિત્રો ભેગા થયા
ઘણી લહેર કરી ને હું જિંદગી જીતી ગયો
અશોકકુમાર શાહ ” પરાગરજ “


















































