સામગ્રી :-
1) મેંદો.
2) મીઠું.
3) અજમો.
4) બાફેલા બટાટા.
5) બાફેલા વટાણા.
6) તેલ.
7) જીરૂ.
8) હિંગ.
9) આદુ-મરચાની પેસ્ટ.
10) આમચૂર પાવડર.
11) ગરમ મસાલો.
12) કોથમીર.
કેવી રીતે બનાવવું ?
1) મેંદાના લોટમાં તેલ, અજમો, જીરું, પાણી નાખી તેનો લોટ બાંધો. ત્યારબાદ તે લોટને બાજુમાં રાખી દો.
2) પેન ગરમ કરી તેમાં તેલ નાખી જીરું, હિંગ, બાફેલા બટાટા, બાફેલા વટાણા અને બાકીના મસાલા ઉમેરી સ્ટફ તૈયાર કરો.
3) લોટને ગોળ આકાર આપી તેમાં એક કાપો પાડો. ત્યારબાદ તેના અડધા ભાગને કોનનો શેપ આપી તેમાં સ્ટફિંગ કરો.
4) ત્યારબાદ તેને તેલમાં તળી લો.
તમારા ગરમાગરમ સમોસા તૈયાર છે.


















































