ખાંસીમાં રાહત માટે અજમાનો રસ રામબાણ ઈલાજ છે. અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે.
પીરિયડ્સનો દુ:ખાવો
જો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો 15થી 30 દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો. જો અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા હોય તો સવારે ખાલી પેટ 2-4 ગ્લાસ અજમાનું પાણી પીવાથી લાભ થશે.
અસ્થમા અને ખાંસી
અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. આ ઉપરાંત ખાંસીમાં રાહત માટે અજમાના રસમાં એક ચપટી સંચળ મિક્સ કરી સેવન કરો અને પછી ગરમ પાણી પી લો.
પિંપલ અને ડાર્ક સર્કલ
2 ચમચી અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
કાનમાં દુખાવો અને પેઢાનો રોગ
કાનમાં દુખાવો થતા અજમાના તેલના એક બે ટીપા કાનમાં નાખવાથી રાહત મળે છે. પેઢા માટે અજમો સેકીને તેને વાટીને તેનુ મંજન બનાવી લો. આ મંજનથી પેઢાના સંબધિત રોગ ઠીક થાય છે.
પથારીમાં પેશાબ
કેટલાક બાળકોને આદત હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પથારીમાં ટોયલેટ કરી નાખે છે. આવામા બાળકોને રાત્રે લગભગ અડધો ગ્રામ અજમો ખવડાવો.
પાચન ક્રિયા
અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. આ અપચો દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેની ફાંકી મારી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને.


















































