સફળતાના અહીં જુદા બધાંના માપ ને મૂલ્યો.
એ સીડીનું પગથિયું એક પછી ચડવું પડે સૌને.
અગર જૂઠી સફળતાને તું ચાહે તો વિચારી લે,
શું બૂરી એક નિષ્ફળતા, વિના શરતે વરે તુજને!
સફળતાના જો ચશ્માથી અહમ્ તારો તને દીસે,
ખરી છે એ સફળતા જે ઝૂકાવે શિર પ્રભુ ચરણે.
સફળતા પામવા માટે પ્રયત્ન પાર તું થાજે,
બની લ્હેરો ત્યાં તોફાની, કદી નિષ્ફળ કરી જાશે.
સફળતા એક મોતી છે, જે પામે સૌએ મરજીવા.
સમુંદરમાં તું ગોથાં ખાય તો, એ હાથમાં આવે.
અંજના ગાંધી “મૌનુ”


















































