પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો દ્વારા કાકટીયા રામાપ્પા મંદિરને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે લોકોને આ ભવ્ય મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનો પણ આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ યુનેસ્કોના એક ટ્વીટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું;
“ખૂબ સરસ! સૌને અભિનંદન, ખાસ કરીને તેલંગણાના લોકોને.
પ્રતિષ્ઠિત રામાપ્પા મંદિર મહાન કાકટીયા વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલને પ્રદર્શિત કરે છે. હું આપ સૌને આ ભવ્ય મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવા માટે આગ્રહ કરૂં છું.”


















































