ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ નાં મુખારવિંદમાથી નીકળેલું વાઙમયી સ્વરૂપ છે કે જેનું સંકલન વેદવ્યાસ જી એ મહાભારતની રચના કરતી વખતે જ તેના શાંતિ પર્વમાં કરેલ છે.
ગીતા સુગીતા કર્તવ્યા કિમનયૈ શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મ નાભસય મુખપદ્માદ વિનિ સૃતા.
ગીતા સુગીતા કરવા યોગ્ય છે. સુગીતા એટલે સારી રીતે વાંચી ને અર્થ અને ભાવ સહિત અંતઃકરણમાં ધારણ કરવું કે જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ મુખકમળમાથી નીસરી છે અને તેને સમજ્યા પછી બીજા કોઈ પણ શાસ્ત્રોના સારાંશ ને સમજવા ની જરૂર નથી.
મહાભારતનું યુધ્ધ થયું તે વખતે બંને સેનાઓ કુરુક્ષેત્રમાં સામ સામે ગોઠવાઈ ગયા પછી અર્જુન પોતાના સારથી અને ઉત્તમ મિત્ર તેમજ સંબંધમાં પોતાના સાળા સુભદ્રાજીના ભાઈ એવા શ્રી કૃષ્ણને પોતાના રથને બન્ને સેના ઓની મધ્યમાં લઈ જવા માટે કહે છે.
શ્રીકૃષ્ણ બંને સેનાઓ વચ્ચે તે ઉત્તમ શ્વેત અસ્વધારી રથને લઈ આવ્યા.સામેના સૈન્ય નું નિરીક્ષણ કરતા જ અર્જુન નાસીપાસ થઈ જાય છે અને અત્યંત કરૂણા યુક્ત વચનો કહીને રથની પાછળ બેસી જાય છે અને ત્યારે શરૂ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ નાં અવતારી કાર્ય ની.એટલેકેગીતાજીના શબ્દો સ્વરૂપ વાઙમયી અવતારની.ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાના ઉપદેશ નો ધણોખરો અંશ પદ્ય સ્વરૂપે જ કહ્યો છે.જયા ગદ્ય સ્વરૂપ છે તેને વેદવ્યાસ જી એ પોતે શ્ર્લોક બદ્ધ કરી દીધો.આ સાથે તેમણે અર્જુન, સંજય તથા ધ્રુતરાષત્ર ના વચનો ને પણ પોતાની ભાષામાંશ્ર્લોક બદ્ધ કરી દીધા અને સાતસો શ્લોકો ના આખાય ગ્રંથ ને અઢાર અધ્યાય માં વિભાજીત કરી ને મહાભારતમાં ગોઠવી દીધો.શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું અનુપમ શાસ્ત્ર છે કે જેનો એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી.
ગીતા ના અભ્યાસ માટે માણસ માત્ર અધિકારી છે, ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમ નો કેમ ન હોય.માત્ર હ્રદય માં ભગવાન પ્રત્યેની અતૂટ શ્રધ્ધા હોવી જોઈએ.આમા સમગ્ર વેદોના સારને સંગ્રહિત કરી લેવામા આવ્યો છે.તેની સંસ્કૃત ભાષા અનુષ્ટુપ છંદ માં એટલી સરળ છે કે તેનો અભ્યાસ કરવાથી સરળતાથી સમજી શકાય છે અને તેનું પઠન પણ થઈ શકે છે.
ગીતાજીના પરમ અભ્યાસુ પંડિત જયદયાલ ગોયન્દકા કહે છે કે, “સંસાર માં શ્રીમદ્ ભગવદ્ ગીતાની તોલે આવે એવો કલ્યાણ ને અર્થે બીજો કોઈ ગ્રંથ જ નથી.”
અસ્તુ.
– હર્ષા ઠક્કર


















































