શબ્દકોશે શબ્દનો અર્થ હોય જે ભલે,
અર્થઘટન તેહનું આખરે તો મન કરે.
એની સુગંધ આ મોબાઈલમાં ક્યાં મળે,
એક પુરાણો ખત ખોલતાં જે ફૂલ ખીલે.
હોય છે આમ તો સાવ કોરા શબ્દ પણ,
સંવેદનાનાં સ્પંદનો ભીંજવે છે હર પળે.
શબ્દ શાયદ સ્પર્શતા નથી તારા કાનને,
મૌન મારું સાંભળી આપ ઉત્તર તું હવે.
દિપેશ શાહ


















































