સમય ના હોય અને સુંદર દેખાવું હોય તો શું કરવું? આજની આ ફાસ્ટ લાઇફને કારણે અનેક લોકોની પાસે પોતાની કેર કરવાનો સમય ઓછો હોય છે. સમયનો અભાવ હોવાથી ઘણી વાર ફંક્શનમાં જઇએ તો જોઇએ એવો લુક મળતો નથી. લુક સારો ના મળવાને કારણે અનેક લોકોનો મુડ ઓફ થઇ જાય છે. પરંતુ જો તમારે તમારો મુડ ઓફ ના કરવો હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે. તો નજર કરી લો તમે પણ આ સુંદર ટિપ્સ પર..

- તમારે ક્યાંક અરજન્ટમાં બહાર જવું છે તો તમે બને ત્યાં સુધી ડાર્ક કલરનાં કપડાની પસંદગી કરો. ડાર્ક કલરના કપડા પહેરવાથી તમને સુંદર લુક મળે છે અને તમારી સ્માર્ટનેસમાં પણ વધારો થાય છે. ડાર્ક કલરના કપડામાં તમે બ્રાઉન, કોફી, ઓરેન્જ જેવા અલગ-અલગ કલરના પડાં પણ પહેરી શકો છો.
- મેક અપમાં અનેક લોકોનો લુક ગંદો લાગતો હોય છે. આ તમને આર્ટિફિશયલ લુક આપે છે. જો તમે આંખો અને હોઠ પર મેક અપ કરો છો તો તમારો ચહેરો ગંદો લાગે છે. આ કારણે તમે ખાલી આંખો પર હાઇલાઇટ કરો જેથી કરીને તમારો લુક સારો લાગે અને નેચરલ મેક અપ લાગે.
- તમારી આંખોની આસપાસ બહુ કાળા કુંડાળા થઇ ગયા છે તો તમે તમારી સ્કિનને અનુરૂપ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. આ ફાઉન્ડેશનથી તમારો લુક સ્માર્ટ લાગશે અને કાળા કુંડાળા પણ નહિં દેખાય.
- તમે જ્યારે પણ આંખો પર મેક અપ કરો ત્યારે ક્રીમ બેઝ્ડ કરો. આ મેક અપ તમારી આંખોની અંદર જતો નથી અને આંખો પણ મસ્ત લાગે છે. આ સાથે જ તમને આંખોમાં બળતરા પણ થતી નથી.
- અરજન્ટમાં બહાર જવાનું થયુ હોય તો તમે વાળમાં નોર્મલ જેલ લગાવી દો જેથી કરીને વાળ શાઇન કરે.


















































