શિર્ષક :- એથીયે વધુ…
યાદ કરાવે છે સંસ્મરણો મને આ ધટ્ટ વાદળ,
એથીયે કાળું રહે છે તારી આંખોમાં કાજળ.
મેઘધનુષ ના રંગો બનાવે આતુર સૌને પ્રતિપળ,
એથીયે વધુ સુંદર છે તારું રંગબેરંગી આંચલ.
માટી પર પડતાં ફોરા મનને કરે છે વિહવળ,
એથીયે વધુ મોહિત કરે છે તારા કેશનું વમળ.
ગાઢ આકાશ જો વરસવા અનુભવે છે કળતર,
એથીયે ઊંડી વાત કરતી આંખો તારી સજળ.
મોહિત કરે ધોધ તો ક્યારેક વરસતો ધીમું ઝરમર,
એથીયે મનમોહક તારી મીઠી મીઠી વાતોનાં કમળ.
– વિનિકેતન ચંદવાણી


















































