એક પત્થર હતો હુ,
અને શિલ્પ તમે બનાવ્યો.
આ શિલ્પ ને ઘડી ઘડી તમે મઠાર્યો..
ભણતર હોય કે રમત શીખવ્યું એમને પુરી રમતથી…
સ્કૂલ હોય કે કોલેજ, આપ્યું એમને ભરપૂર નોલેજ.
જીવન ના રસ્તા પર કેવી રીતે ચાલવું અને કોઈ વાર પડીએ તો કેવી રીતે ઉઠવું..
દરેક કામયાબી પાર ખુશ થાય એ…નિષ્ફળ થઉ તૌ પ્રેરણા સ્તંભ થાય એ.
કલા શીખવી કલાકાર બનાવી .જીવન જીવતા શીખવી જીવન મા આકાર અપાવ્યો.
કોઈ એ સારા લેસન શીખવ્યા તો કોઇએ જાણે અજાણે ખરાબ.
પણ જે પણ શીખવ્યું જીવન જીવવા જરુરી હતુ.
કોઈ જુવે છે મને જેને જોઈ છે મને જીવન મા કામયાબ થતા ..
મારા સપના સાકાર કરતા..
‘આને શીખવીસ તો એ આગળ તો નહી વધી જાય ને…’ આ ભાવ તો કોઈ દિવસ આવ્યો જ નથી.
‘તુ આગળ વધે અમારા કરતા’ એજ આશીર્વાદ રેહતા એમના. ક્યાં એ સરલ જે હતી સાવ સિમ્પલ…સાહિત્ય હોય કે પછી જીવનલક્ષી જીવન જીવતા શીખવી બનાવી સાચી સરલ. આજે જે છું એ બસ અમારા કોલેજ ના શિક્ષકો બધા ના લીધે જ છું. તમે ના હોત તો કદાચ ના હોત હુ.
આજ ના દિવસે માનું છું આભાર આપ સૌનો. ગુરુ બની મારા જીવન ને સરલ બનાવા બદલ.
. સેજલ ઠાકર.


















































