મમ્મી આવીને બેસી, અને કહું “શું વાતો ચાલે છે ભાઈ- બહેનમાં ?”
નિત્યા બોલી, “કોઈ આપણાં ઘરે આવે છે, તો તું આટલો આવકારો કેમ આપે છે? આપણે એમનાં કે બીજાનાં ઘરે જઈએ તો આટલો આવકારો ક્યારે પણ મળતો નથી. તો પછી તું કેમ આપે છે?”
“અરે બેટા! તું તો ૧૦ વર્ષની પણ નથી અને આટલાં બધાં પ્રશ્નો !” મનિષાબેન બોલ્યાં. “હું તમને કહેતી હોવું છું કે “અતિથિ દેવો ભવઃ” કોઈપણ વ્યક્તિ ઘરે આવે છે તો એ ભગવાન સમાન છે, કોઈ ભૂખ્યું નથી હોતું. આ સન્માન કર્યું કહેવાય. ભગવાનને આપણને આટલું આપ્યું છે, તો કોઈ ભૂખ્યું કેમ જાય? અને આવકારો આપવાથી આપણું માન વધે છે. જો કોઈ આવકારો નથી આપતું તો એ એનો સ્વભાવ છે, આપણાં ઘરે આવેલાને આવકારો આપવો એ આપણાં સંસ્કાર છે.”
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































