રાધનપુર નામનું ગામ ગામમાં ઘણા લોકો રહે તેમાં એક ગરીબ હસમુખભાઈ નામના વ્યક્તિ રહે પરિવારમાં તેની પત્ની અને બે દીકરા અને એક દીકરી. બાળકો નું બાળપણ ગરીબીમાં વીતેલું.બાળકોની ઈચ્છા પૂરી ન કરી શકતા પિતા ઘણી વાર એકાંત માં રડી પડતા ધીરે -ધીરે બાળકો મોટા થવા લાગ્યા.બાળકો ને કામ મળ્યું. એક દીકરો મજૂરી કામ કરવા જાય, બીજો દીકરો કંપની માં કામ કરવા જાય દીકરીને પણ સારું કામ મળ્યું. પરંતુ પિતા ને અફસોસ એ વાતનો હતો કે રાત-દિવસ કામ કરીને પણ મારા સંતાનો ને ઉચ્ચ અભ્યાસ ના કરાવી શક્યો અને બીજી તરફ સંતોષ પણ હતો દીકરા અને દીકરી કામ કરે છે.
અને આત્મનિર્ભર છે એક દિવસ તેણે પોતાના જૂના દિવસો યાદ આવ્યા, બને છે એવું કે તેમના ગામનો રવજી નામનો યુવાન તેની ગરીબી/મજબૂરી નો લાભ ઉઠાવવા આવ્યો અને કહ્યું તારી દીકરીને વેચી નાખ તને ઘણા રૂપિયા હું આપીશ.આ વાત સાથે હસમુખભાઈ સહમત ના થયા અને ખરાબ તો ખરાબ પરિસ્થિતિમાં મહેનત કરી અને આજે આ મહેનત રંગ લાવી બાળકો સારું કામ કરે છે અને માતા-પિતાનું ધ્યાન રાખે છે
સારાંશ: જીવનમાં ઘણીવાર આપણી સામે એવી પરિસ્થિતિ આવતી હોય છે કે લોભ-લાલચમાં આપણે જીવન ખોઈ બેસતા હોઈએ છીએ.અને લોકો આ મજબૂરીનો લાભ ઉઠાવતાં હોય છે તો ક્યારેય પણ મજબૂરી માં હિંમત હારવી નહીં સતત પ્રયત્ન કરવાથી સફળતા ચોક્કસ મળે છે. જીવનમાં ખરાબ સમય પછી સારો સમય રાહ જોતો જ હોય છે.
~ હિરેન જેઠવા


















































