લાખો વિદ્યાર્થીઓ થી ધબકતી રહેતી ગાંધીજી અને સરદાર પટેલ ની ભુમી ના એ ધબકાર સમાન વિદ્યાર્થીઓ અત્યારે ભય ની ગર્ત માં ધકેલાય ગયા છે.હાલમાં લોકડાઉન 5 એટલે કે અનલોક 1 ના માહોલ માં કોરોના જ્યારે બમણી ગતિ થી ફેલાઈ રહ્યું છે ત્યારે અનેક ગુજરાત ની યુનિવર્સીટી વિદ્યાર્થી ને સીટનંબર આપી રહી છે અને પોતાના આગામી 25 તારીખ થી જ પરીક્ષા યોજવાના મનસૂબા પર મક્કમ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સીટી ને તેમજ ગુજરાત ના શીક્ષણબોર્ડ ને અપીલ કરવામાં આવી છે કે વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે એના જીવને જોખમ માં ન મુકતા તેઓના હિતમાં ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવે અને એ શક્ય ન હોઈ તો અમુક યોગ્ય સમય સુધી પરીક્ષા મુલતવી રાખવામાં આવે, યુનિવર્સીટી દ્વારા પરીક્ષા ના બે કલાક ને ધ્યાન માં રાખી ને તૈયારી કરવામાં આવી છે બાકીના 22 કલાક નું શુ?
આ મહામારી વચ્ચે અન્ય જગ્યાએથી આવતા વિદ્યાર્થીઓ ક્યાં રહેશે શુ જમશે? અને પોતાના રાજ્યોમાંથી શહેરોમાંથી પરીક્ષાકેન્દ્ર સુધી કોઈ પણ પરિવહન મારફતે સલામત પોહચશે કે કેમ ? જેનો વિચાર કોઈ યુનિવર્સીટી કે રાજ્ય સરકારથી કરવામા આવ્યો નથી.આજે સાત દિવસ બાદ પણ કોઈ યોગ્ય નિર્ણય વિદ્યાર્થીઓ ના હિત માં લેવામાં આવેલ નથી ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની અપીલ છે કે અમને ડિગ્રીસર્ટિફિકેટ જોઈએ છે ડેથસર્ટિફિકેટ નહિ…અને રોષે ભરાયેલ વિદ્યાર્થી તેમજ તેમના પરિવાર નું કહેવું છે કે છાત્ર હૈ ટેસ્ટિંગ કીટ નહિ .
જો આ ખોટા નિર્ણય ને બદલવામાં નહિ આવે તો આવનારા વર્ષે સતાપલટો કરી બતાવીશું એવું સરકાર ને વિદ્યાર્થી તેમજ વાલીઓનું આવેદન.



















































