એક બિલાડીને પાળવી આટલી મોંઘી સાબિત થશે, તે ચીનના આ પરિવારે ક્યારેય વિચાર્યું નહીં હોય. બિલાડી દ્વારા આ પરિવારની બાળકીને એવું સંક્રમણ લાગ્યું છે કે એક અઠવાડિયાની અંદર તેના માથાના વાળ ખરવાના શરૂ થઈ ગયા હતા. હવે આખો પરિવાર બાળકીને લાગેલા આ સંક્રમણને લઈને પરેશાન છે. દક્ષિણ-પૂર્વ ચીનના શેનઝેન શહેરમાં રહેનારા આ પરિવાર માટે બિલાડી મુસીબત બનીને આવી છે.
અસલમાં બાળકીની જિદ પર તેના માતા-પિતાએ તેને રમવા માટે એવું પ્રાણી લાવીને આપ્યું, જેનાથી તેને કોઈ હાનિ ના પહોંચે. પરંતુ બિલાડી લાવીને તેના દ્વારા બાળકીને ફેલાયેલા સંક્રમણથી તેમની સામે નવી પરેશાની આવીને ઊભી રહી ગઈ છે. આ છોકરીના માતા-પિતાનું કહેવું છે કે, જ્યાં સુધી તેની હાલત સારી ન થાય ત્યાં સુધી તેણે પોતાનું માથું પણ મુંડાવવું પડી શકે છે.

વેબસાઈટ મિરરના કહેવા પ્રમાણે, બિલાડીએ છોકરીને ટિનિયા કેપિટિસથી સંક્રમિત કરી દીધી છે. આ એક એવું સંક્રમણ છે, જેમાં માથામાં દાદની જેમ નાના નાના દાણા થઈ જાય છે. આ બીમારી કોઈ સંક્રમિત જાનવર અથવા વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાથી થાય છે. ટિનિયા કેપિટિસના લક્ષણોની વાત કરીએ તો, તેમાં વાળના ખરવા સિવાય લાલિમા, ખંજવાળ અને સૂકી ત્વચા થઈ જાય છે. જોકે ટિનિયા કેપિટિસનો ઈલાજ સામાન્ય રીતે એક એન્ટી-ફંગલ દવા સાથે કરવામાં આવી શકે છે.
કહેવામાં આવ્યું છે કે, ફાર્માસિસ્ટ ક્રીમ, જેલ અથવા સ્પ્રે તેના ઈલાજમાં મદદ કરી શકે છે. સામાન્ય રીતે આ સંક્રમણ લગભગ ચાર અઠવાડિયામાં સારું થઈ જાય છે. આ છોકરી પોતાન વાળને લઈને ઘણી પરેશાન છે. આજકાલ લોકોમાં પાલતું પ્રાણીઓને પાળવાનો ઘણો ટ્રેન્ડ જોવામાં આવી રહ્યો છે. લોકો ખાસ કરીને બિલાડી અને કુતરાને પાળે છે. ઘણી વખત તેમને થતા સંક્રમણ અથવા રોગને લીધે તેમને પાળનાર પરિવારે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. પરંતુ પ્રાણીને પાળીને તમે તમારી એકલતાને દૂર કરી શકો છો. વળી તે તમારા બેસ્ટ ફ્રેન્ડ પણ બની શકે છે.
VR Niti Sejpal.


















































