સૂરજ, મને તો આ પાંચેય ફોટા ગમે છે, કોઈ એકને પસન્દ કરીશ , તો બીજા સાથે નાઇન્સાફી થશે. તમે ખરેખર ખૂબ જ સારા
ફોટોગ્રાફર છો. મને તમારા પર ગર્વ છે. સૂરજના દિલને ધરપત થઈ, અને એની ખુશી એના સ્મિતમાં સાફ સાફ છલકાઈ રહી હતી. એણે પોતાની પત્ની સુનિતાના ખભા પર
હાથ મુકતા કહ્યું, “થેંક યું મારી જાન. અફસોસ કે તું જજ નથી અને મેડમ, સ્પર્ધમાં એક જ ફોટો મોકલવાનો છે, એ પણ એક મેસેજની સાથે. સમજી?”
“હાં. ઓકે.”
“શું ઓકે? આ પાંચેય માંથી તને જે સૌથી શ્રેષ્ઠ લાગે, એના માટે મને એક સારો મેસેજ લખીને આપ.”
સૂરજે પોતાના શોખને જ પોતાનું વ્યવસાય બનાવી નાખ્યું હતું. એની ફોટોગ્રાફી અવ્વલ નમ્બરની હતી. કામ સિવાય પણ, જ્યાં
જતો અને જે ગમતું, એના ફોટા પાડી લેતો. અને અવારનવાર ફોટોગ્રાફી સ્પર્ધમાં ભાગ લેતો. એને ઘણા સર્ટિફિકેટ અને પુરસ્કાર પણ
મળ્યા હતા.
સુનિતા ઘણી વાર સુધી પાંચે ફોટાને જોઈ રહી, અને છેવટે એક ફોટો ઉપાડીને સૂરજના હાથમાં આપ્યો.
“જુઓ તો, આ ઠીક રહેશે?”
સૂરજે સ્મિત કરતા કહ્યું,
“સાચું કહું? મને હતું કે તું આ જ ફોટાને પસન્દ કરીશ”
પૃષ્ઠભૂમિમાં, સૂર્ય ડૂબી રહ્યો હતો અને સંધ્યાકાળે સુંદર રંગો આકાશમાં પ્રવેશ કરી ગયા હતા. જેની સામે એક બંધ મુઠ્ઠીમાંથી સુરજની
કિરણો ફેલાઈ રહી હતી. તે ખૂબ જ અનન્ય અને આકર્ષક ફોટોગ્રાફ હતો.
* * * * *
“પ્રથમ સ્થાન માટે જે ઇમેજ પસન્દ કરવામાં આવી છે, એના ફોટોગ્રાફર છે, શ્રી સૂરજ પ્રકાશ!”
સૌથી મોટું સ્મિત સુનિતાના મોઢે હતું, અને આખા સમારોહ હોલમાં સૌથી વધારે એની જ તાડીના પડખા પડી રહ્યા હતા. સૂરજને
પુરસ્કારના રૂપમાં, મેડલ, સર્ટિફિકેટ અને પચીસ હજાર રુપિયા રોકડા મળ્યા.
આભાર વ્યક્ત કરવા માટે જ્યારે સૂરજે માઇક હાથમાં લીધું, તો એની નજર સુનિતા પર પડી. સ્મિત કરતા, એણે ધીમેથી બોલવાનું
શરૂ કર્યું,
“નમસ્કાર મિત્રો. ન્યાયાધીશોની પેનલનો હું ખૂબ આભારી છું કે એમણે મારા ફોટોને પ્રથમ સ્થાનના યોગ્ય સમજ્યો. મારી પત્ની
સુનિતા, ન કેવળ મારા જીવનની પ્રેરણા છે, પણ આ ઇમેજ માટેનો મેસેજ પણ એના જ વિચારો છે. આજ્ઞા હોય, તો હું તમારી સમક્ષ
રજુ કરવા ઈચ્છું છું. આ ફોટા માટે એણે કોટ કર્યું, કે,
"જીવનમાં સામે આવશે ઘણું બધું,
ફક્ત સકારાત્મક વસ્તુઓ પર
ધ્યાન કેન્દ્રિત કરવું.”
“ફરી એક વાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.”
તાળીઓની ગડગડાટ વચ્ચે, સૂરજ સ્ટેજ પરથી નીચે ઉતર્યો.
શમીમ મર્ચન્ટ


















































