આજે આ આધુનિક યુગની ભૌતિક સુખસગવડો ની વચ્ચે જીવનારો માણસના મન માં બસ આ એક જ વાત મનમાં ઘર કરી ગઈ છે કે
“બસ હું જ દુઃખી છું”
હા, દુઃખ એક સ્વાભાવિક ભાવના છે. મન દુભાય એવી કોઈ ઘટના કે કોઈ વાતોના કારણસર કોઈપણ માણસને દુઃખ થાય તો એ નવાઈની વાત નથી મિત્રો. કોઈ પણ માણસે દુઃખ નું સર્જન જાણે પોતાના માટે થયું હોય એવું સમજી લેવું પણ યોગ્ય તો નથી જ.
આ કાળા માથાનો માનવી જે આખી દુનિયાને દુઃખી કરવામાં પાછી પાની નથી કરતો એ પોતે એક જ વાત ને અકબંધ રાખીને બેઠો છે કે બસ આખી દુનિયામાં સૌથી વધુ દુઃખ મારા માથે જ આવી પડ્યું છે. પછી સીધો આ દુઃખ ના ભાર નો દોષ પોટલો મૂકી દેવાનો ભગવાન પર. તમને દુઃખ આપવા સિવાય ઉપરવાળા પાસે બીજું કોઈ કામ જ નથી????
આમ તો બે પ્રકારના લોકો સહેલાઇ થી જોવા મળે છે. એક એવા લોકો જે નાની નાની વાતો પર દુઃખી જાય છે. એમાં હવે તો ખાસ સ્થાન પર આપણો યુવા વર્ગ આવે છે. પ્રેમ માં ડૂબી ગયાં બાદ જ્યારે બધો પ્રેમ દરિયામાં આવેલી ઓટ ની જેમ પાછો ખેંચાઈ જાય છે ત્યારે પ્રેમીઓ પર દુઃખના વાદળો તૂટી પડે છે. તેઓને અપાર દુઃખ નો અનુભવ થાય છે. હું પ્રેમ ભાવનાનું અપમાન નથી કરતો, પરંતુ શું દુનિયામાં એક વ્યક્તિ સિવાય બીજા કોઈનો પણ પ્રેમ મહત્વનો નથી????? કેટલાક લોકો ક્ષણિક સંવાદો ને લઈને દુઃખી થઈ જતાં હોય છે , અરે શું ધરતી પર જન્મ બસ મનને દુઃખી કરવા લીધો છે???? મનને પણ વિચાર આવતો હશે, આ માણસ જોડે ક્યાં આવવાનું થયું મારે, દુઃખ સાથે જાણે સાત ફેરા લઈ લીધા હોય એમ સાથે ને સાથે રાખે છે. આવા અલગ અલગ લોકોની યાદી ઘણી લાંબી છે એને કાગળો માં સમાવી ખૂબ અઘરી છે.
બીજા પ્રકાર ના લોકો એટલે એવા કે જેઓ બીજા ના સુખ થી દુઃખી છે. મોટાભાગના દુઃખ ના ઉદ્દભવ નું આજ કારણ છે. બીજાના ચહેરે સ્મિત આવ્યું તો થાય છે કે કેમ હસે છે, આટલું તો શું હસવાનું. શું એ હસનારી વ્યક્તિ તમારી પાસે આવીને કહે છે કે મને જોકસ કહો મારે હસવું છે??? કોઈ માણસ પોતાના માટે હસી શકે છે, કદાચ આપણા લોકશાહી વાળા આ દેશ માં આટલી આઝાદી તો છે. ઘણા લોકો બીજાની ભૌતિક સુખસગવડો થી દુઃખી છે. શું સુખ ની પરિભાષા એટલે ભૌતિક કે બીજી કોઇપણ જાતની સગવડ સાહ્યબી છે???? સુખ એતો બસ માણસની માનસિક સમજ ની વાત છે. આપણે સુખ વિશે બસ આટલું જ કહીએ અને પાછા વળીએ દુઃખ ગાથા પર.
બધા પોતપોતાના સુખની સરખામણી કરે છે, ક્યારેય દુઃખની સરખામણી કરી છે???
દુકાળ ના સમય માં જ્યારે ખેડૂતો કોરા વાદળો સામે મીટ માંડી ને બેઠા હોય છે અને મનમાં એટલો જ વિચાર હોય છે કે પરિવાર નું ગુજરાન કેમનું ચાલશે!! આ દુઃખ નો અનુભવ ક્યારે કર્યો છે???? એક ક્રિકેટ મેચ હારી જવા પર સૌને દુઃખ થાય છે , હા સ્વાભાવિક છે પોતાના દેશની ટીમ હારે તો દુઃખ થાય, પણ શું સરહદ પર ઊભા રહીને પોતાની છાતી પર બીજાની રક્ષા કરવા માટે ગોળી ખાવી અને શહીદ થઈને મેચ નહી પણ જીવ હારે છે. શું એમના પરિવાર પર આવેલું દુઃખ અનુભવ્યું છે???? ક્યારેય ફૂટપાથ પર બેસીને એક સમયના ખાવા માટેની માંગ કરવાનું દુઃખ આવ્યું છે???? માન્યું તમારી પાસે ના નોકરી છે ના પોતાનું ઘર છે કે ના કોઈપણ પ્રકારની સારી સુખસગવડ , પણ શરીર ??? એતો છે ને. તમે પોતે પોતાના દુઃખની સીમાઓ નક્કી કરી છે પણ તમારા જેવુ જ જીવન કેટલાક લોકો માટે સપના બરાબર છે.
ઘણાના મોઢે સાંભળવા મળતું હશે કે ” મારે એટલું દુઃખ છે કે એક સાંધતા તેર તૂટે છે”. જીવનમાં અનેક પ્રકારના દુઃખ હોય છે, પણ એનો ઉકેલ કે સામનો કરવાને બદલે શું એના ગુણગાન ગાશો??? હા, એક સાંધવા પર તેર તૂટશે પણ તું સાંધતા શીખી જા તૂટવાની ગણતરી નઈ કરવી પડે. કહેવાનો અર્થ બસ એટલો જ છે કે પરિસ્થતિ ખરાબ હોય કે સારી “દુઃખ” માન્યા નું છે. નાની મોટી ફરિયાદ દરેકના જીવનમાં હોય છે પરંતુ એનો જાતે ઉકેલ શોધવો જરૂરી છે આ ફરિયાદ લખાવા કોઈ સ્ટેશને જવાની જરૂર નથી. જો સપના પોતાના છે તો પ્રયત્નો પણ પોતાના જ હોવા જોઈએ.
અંતે,
તબીબી શાખામાં અભ્યાસ કરું છું માટે એટલી જ સલાહ ” દુઃખ નો રોગ મટાડવા મનને સંતોષ અને સ્મિત ની દવા આપો. રોગ મટીને આનંદ માં પરિવર્તિત થશે.” હસતા રહો , મસ્ત રહો.
આપ સૌને અચલના નમસ્કાર?
જય હિન્દ ?


















































