- સાચો મિત્ર નો મતલબ..
જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે…ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર “મૌત” નો ક્લાસ બંક કરીએ…
- જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે….
- મિત્રતા કાંચ જેવી હોય છે, એક વાર તૂટી જાય તો મુશ્કેલી થી જોડાય છે….
- મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી…..
- દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ,
દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય….
- રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,
પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે….
- નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર…
- બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો,
અને અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી….
- યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે…
તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં…
- લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો,
કદાચ એમને આ જમીન પર તારા જેવો માત્ર ની મળ્યો હોય….
- સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે,
દોસ્તી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે…


















































