શું સફળ ને શું નિષ્ફળ માત્ર ફર્ક સ અને નિ નો જ તો છે.તમે સ અને નિ કાઢી નાંખો તો બાકી પાછળ વધે એ ‘ફળ’ તો છે. ફળ એટલે શું? એ તમારા પ્રયત્ન ના અંતે મળતું પરિણામ છે.એટલે કે તમેં કેવા પ્રયત્નો કરો છો,કઈ રીતે ને કઈ દિશા માં કરો છે એના પર તમારું પરિણામ એટલે કે ફળ આધારિત છે.
સફળ અને નિષ્ફળ આ એક માપદંડ છે કે તમે તમારા પ્રયત્નો માં કા તો કચાશ રાખી એટલે પરિણામ વિપરિત આવ્યું જેને લોકો નિષ્ફળ થયા એવું કહેશે અથવા તો તમે તમારા ભાગ માં આવેલા કર્મ ને ખૂબ જ ખંત અને મહેનત થી આત્મવિશ્વાસ થી પાર પાડ્યું અને અપેક્ષિત પરિણામ આવ્યું તો સફળ થયા એમ કહેશે.સફળ અને નિષ્ફળ એવું ખરેખર તો કંઈ હોતું નથી.જે છે એ કર્મ ના અંતે મળતું માત્ર ફળ છે.
તમારું પરિણામ નિષ્ફળ આવે તો લોકો તમને ચીડવશે અથવા ધૂતકારશે આતો સાવ નકામો છે આને કઈ આવડતું નથી હાલી મળ્યો છે ને બીજું ઘણું ઘણું ને તમને ઉતારી પાડવા કોશિષ કર્યા જ કરશે.પરંતુ જો તમેં તેની વાતો માં આવી જશો તો નિરાશા ની ગર્તા માં ડૂબી જશો અને ત્યાંથી તરીને બહાર આવતા તમારો ઘણો જ સમય બરબાદ થઈ જશે કદાચ આવી પણ ન શકો..તમારી જાતને ક્યારેય ઉતરતી ન માનો. માટે કયારેય આવી વાતો પર ધ્યાન ન આપશો તમારી અંદર રહેલા આત્મ વિશ્વાસથી ભરેલા સમુંદર માં ઉત્સાહ ના તરંગો ને મુક્ત મન થી ઉછળવા દેજો.લોકો એની સુનામી માં આપોઆપ તણાઈ આવશે.સકારાત્મક વિચારો નું મંથન કરશો તો અમૃત ઘડો ચોક્કસ પ્રાપ્ત થશે.પ્રયત્નો ખુબજ ધીરજ થી અને કોઈ ની પરવા કર્યા વગર તમારું મન લગાવીને માત્ર કાર્ય પાર પાડવા ધ્યાન કેન્દ્રિત કરજો અને ફળ પ્રાપ્ત કરજો..તમારે માત્ર ફળ પ્રાપ્ત કરવાનું છે કેમકે સફળ અને નિષ્ફળ એ લોકો ભલે નક્કી કર્યા કરે એ તેમના પર છોડી દો.
ખાસ તો વિદ્યાર્થીઓ ને આંકડાઓ નો ભય દેખાડી ને હરીફાઈ ઉભી કરાય છે. સારી વાત છે સ્પર્ધા હોય તો એક અલગ ચાર્મ થી મન દઈ ને લગન થી કાર્ય કરે એવો ઉદ્દેશ હોય છે.પરંતુ એમાં એ કુશળતા ને બદલે આંકડા મેળવવામાં જ ધ્યાન આપે છે અને એના પર એટલું દબાણ હોય છે કે એ ધાર્યા અંક ના આવે એટલે અલગ વિચાર ના વમળ માં ઘેરાય જાય,નિરાશ થાય માનસિક બીમાર પણ થઈ જાય એક તબક્કો એવોપણ આવી જાય ને પછી કુટુંબીજનો ને પસ્તાવાનો વારો પણ આવે.
તમારા અંક ખરાબ આવ્યા એટલે શુ તમે સક્ષમ નથી એમ?ના એવુંબિલકુલ નઈ બધુજ પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત ન થાય તો શું કાંઈ આભ તૂટી પડવાનું થોડું છે?તમે તો આભ માં રહેલા તારલા ઓ જેવા છો એક દમ ચમકતા, જે દરેક સુરજ બનાવની ક્ષમતા ધરાવે છે. ખરુંને? તો તમારી એ ક્ષમતા ને ઓળખો ને એ ક્ષમતા ને આધારે કાર્ય નો આરંભ કરો.
ટીકાકારોનું તો કામ જ છે પ્રયત્ન શીલ માણસ ને ટોકવાનું કેમ કે એ લોકો તો બીજું કંઈ કરીજ નથી શકતા અને હા યાદ રાખજો જે કોઈ કાર્ય નથી કરતો તે કયારેય સફળ કે નિષ્ફળ પરિણામ મળતુ જ નથી.તેને કશું પ્રાપ્ત થતું નથી.પરંતુ તમે કાર્યરત છો એટલે ચોક્કસ તમને ફળ પ્રાપ્ત થશે ચાહે એ સફળતા હોય કે નિષ્ફળતા પણ પ્રાપ્ત જરૂર થશે.એટલે તમને ખબર પણ પડશે કે અપડે આગળનો વ્યૂહ કઈ રીતે ઘડવો જેથી સાનુકૂળ પરિણામ આવે.
એક ચલણી નોટ ની બે બાજુ હોય છે એક બાજુ નું સુંદર ચિત્ર કોઈને ગમે તો બીજી બાજુ નુ બીજા કોઈને ગમે પણ એથી કંઈ એ ચલણી નોટ નું મૂલ્ય ના તો વધી જાય છે કે ન તો ઓછું થાય છે એના મૂલ્ય માં કોઈ ફેરફાર થતો નથી.તમારું મૂલ્ય તમારા થી વધારે કોને ખબર હોય?માટે સકારાત્મક વિચારો જાળવી રાખજો અને આગળ વધતા રહેજો.
ચલણી નોટો જેમ અલગ અલગ મૂલ્ય ની હોય છે એમ લોકો ની તમારા પ્રત્યેનું વલણ ને તમારા પ્રત્યેનો ભાવ અલગ અલગ હોય છે (ignore them)અવગણો એ બધાને.
યાદ રાખજો પંખી જ્યારે ઉડાન ભારે છે ત્યારે તે આકાશ પર નહીં, પવન પર પણ નહીં તેને માત્ર પોતાની પાંખો પર ભરોશો હોય છે.
– કમલ ખત્રી
Related