અમે ક્યાં ને અમારી શી ખબર છે?
ફકત એક લાશ છે,ને બેખબર છે.
અહિ જે ઝૂપડી છે, છત વગરની,
હ્રદય વ્હાલપથી એનું માતબર છે.
ખબર છે એ મને શું શું કહે છે,
સીસી-જેવી અમારી પણ નજર છે.
કહી દો આંધીઓને-આ નગરમાં,
અહિં એકેક સ્વભાવે કાચઘર છે.
સુણીને ટ્રમ્પનું બોલ્ચું સિહાસન,
તમારા દેશમાં એવો હુનર છે!
સમય કેવો છે, ટીકાકાર ” સિદ્દીક”!!
પરંતુ એ જ મારો હમસફર છે.
સિદ્દીકભરૂચી.


















































