ધરમપુર નામ નું ગામ. ગામ માં ઘણા બધા લોકો રહે. તેમાં જય અને વિજય નામના બે મિત્રો હતા. બંને મિત્રો ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતા હતા.જય અભ્યાસ માં ખુબ જ મહેનતુ અને શાળા માં પ્રથમ નંબરે પાસ થતો.જયારે વિજય અભ્યાસ માં થોડો નબળો હતો અને અભ્યાસ પ્રત્યે તેને ખાસ રુચિ નહીં.જય અવારનવાર વિજય ને સમજાવવાનો પ્રયત્ન કરતો.વિજય સમજતો જ નહીં,જય ના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી.તેથી નાનપણથી જ તેનું સ્વપ્ન હતું કે ઉચ્ચ અધિકારી બનવું અને દેશની સેવા કરવી.જ્યારે વિજય ખૂબ જ ધનવાન વ્યક્તિ નો પુત્ર હતો તેથી નાનપણથી જ જલ્સા કરતો અને ઘરની જવાબદારી ઉઠાવતો નહીં.જય વિજય સાથે અભ્યાસ કરતી કોમલ નામની એક છોકરી સાથે વિજય ને પ્રેમ થઈ જાય છે.રાત-દિવસ વિજય તેના સ્વપ્ન જોતો હોય છે. અવારનવાર વિજય કોમલ સાથે વાતો કરતો અને આમ જ સમય પસાર થવા લાગ્યો.
આ વાતની જાણ જય ને થાય છે.જય ખૂબ જ વિજય ને સમજાવે છે કે અભ્યાસમાં પ્રથમ ધ્યાન આપ પછી આ પ્રવૃતિમાં ધ્યાન આપજે પરંતુ વિજય સાંભળતો નથી. સમય જતા વાર નથી લાગતી ધોરણ ૧૨ની પરીક્ષાઓ લેવાઇ ગઇ અને પરિણામ આવ્યું.જય ને ધોરણ-12માં 94 ટકા આવ્યા અને વિજય ત્રણ વિષયમાં નાપાસ થયો અને કોમલ 70 ટકા સાથે પાસ થઈ.ત્યારબાદ વિજય કોમલ ને સમજાવે છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું.પરંતુ કોમલ સમજવા તૈયાર જ નથી થતી. કોમલ વિજયને છોડી દે છે અને તેના અભ્યાસમાં આગળ વધે છે. જય પણ અભ્યાસમાં આગળ વધે છે.અને થોડા સમય બાદ જઈને ઉચ્ચ અધિકારી ની નોકરી મળે છે.અને આ તરફ વિજય ના પિતા નું અવસાન થવાથી ઘરની બધી જવાબદારી વિજયને માથે આવી જાય છે.ત્યારે વિજય ને સમજાય છે કે અભ્યાસના સમયે અભ્યાસ કર્યો હોત તો હું પણ સારી નોકરી કરતો હોત.તેને ખુબ જ અફસોસ થાય છે.
સારાંશ:: જીવનમાં સાચો મિત્ર આપણ ને સાચી સલાહ આપે છે.પરંતુ આપણે તેને અવગણીને સમય વેડફી નાખીએ છીએ તેથી કહી શકાય કે પરિશ્રમથી જ જીવન જીતી શકાય છે.
~ હિરેન જેઠવા


















































