ગ્રહોના ઉદય અસ્ત
સૂર્યની પરિક્રમા કરનારા તમામ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થતા રહે છે. જે ગ્રહ પૃથ્વીવાસીઓને દેખાય તેને ઉદિત ગ્રહ કહે છે અને જે ગ્રહ સૂર્યની પરિક્મા કરતા સૂર્યના પૃષ્ઠભાગે ચાલ્યો જાય અને ના દેખાય તેને અસ્ત ગ્રહ કહે છે. કયો ગ્રહ ઉદિત અને કયો ગ્રહ અસ્ત છે તે પંચાંગ દ્વારા જાણી શકાય છે.
કુંડળીમાં લગ્ન સ્થાપના
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી 12 રાશિઓનો સમય હોય છે. પૂર્વ દિશામાં જે રાશિ ઉદિત થાય છે, તે 24 ભાગ્યા 12 મુજબ લગભગ 2 કલાક સુધી પૂર્વી ક્ષિતિજમાં ઉદિત રહે છે અને ત્યાર બાદ ઉપર આવી જાય છે અને ત્યારબાદ તે પછીની રાશિ પૂર્વ ક્ષિતિજમાં ઉદિત થાય છે. જાતકના જન્મસમયે જે રાશિ પૂર્વમાં ઉદિત થઈ રહી હોય છે તેને કુંડળીનું લગ્ન માનવામાં આવે છે અને તે રાશિના અંકને જાતકની કુંડળીના પ્રમ ભાવમાં મૂકવામાં આવે છે. આ સિવાય નીચેની પદ્ધતિ દ્વારા પણ જન્મલગ્ન શોધી શકાય છે.
- સૌથી પહેલા જાતકની જન્મ તારીખ અને જન્મ સમય જાણી લેવા.
- ત્યારબાદ તારીખને 4 વડે ગુણાકાર કરો.
- સમયને મિનિટમાં ફેરવી દો.
- ત્યારબાદ જન્મમાસનો ધ્રુવાંક ઉમેરો.
- જો મળેલ જવાબ 1440 કરતા વધુ હોય તો તે જવાબમાંથી 1440ને બાદ કરો.
દા.ત. જન્મ તારીખ – 07.06.1994, તો અહી 7*4 = 28
જન્મ સમય – 17.45 PM(17*60)+45 = 1065
માસ ધ્રુવાંક – 1326
હવે, તારીખ+સમય+માસ ધ્રુવાંક = 2419
મળેલ જવાબ 1440 કરતા વઘુ છે, તેથી 2419-1440 = 979.
નીચેના કોષ્ઠકમાં 979 એ આઠમી વૃશ્ચિક રાશિના ખાનામાં છે, જે જાતકની લગ્નરાશિ છે.
| રાશિ | માસ | રાશિ ધ્રુવાંક | માસ ધ્રુવાંક |
| 1 | 1 | 77-181 | 726 |
| 2 | 2 | 182-302 | 850 |
| 3 | 3 | 303-434 | 996 |
| 4 | 4 | 435-566 | 1086 |
| 5 | 5 | 567-691 | 1208 |
| 6 | 6 | 692-818 | 1326 |
| 7 | 7 | 819-949 | 06 |
| 8 | 8 | 950-1083 | 126 |
| 9 | 9 | 1084-1208 | 250 |
| 10 | 10 | 1209-1319 | 366 |
| 11 | 11 | 1320-1419 | 491 |
| 12 | 12 | 1420-1440 | 604 |
તો મિત્રો, આ હતી આજની વાત. આવતા જન્મકુંડળીમાં રાશિઓની સ્થાપના, જન્મરાશિની સ્થાપના તથા ગ્રહોની સ્થાપના વિશે જાણીશું.
હવે મળીશુ આવતા સપ્તાહે.
त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
– આદિત શાહ


















































