પંખી બની ઉડતું મારું આ મન
પાંખો વિના ઉડતું મારું આ મન
કલ્પનાઓ અને સપનાઓ માં
રાચતું મારું આ મન
સુખ અને દુઃખને પણ અનુભવ તું મારું આ મન
પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં પહોંચી જાતું મારું આ મન
કોઈની પણ પરવાહ ન કરતું મારું આ મન
જ્યાં જવું હોય ત્યાં ફરી આવતું મારું આ મન
કોઈને સતત ચાહતું રહેતું મારું આ મન
કોઈ ને ભૂલવા પણ મથતું મારું આ મન
થોડું ચંચળ અને થોડું સ્થિર પણ છે મારું આ મન
સફળતા અને નિરાશા ને પણ અનુભવતું મારું આ મન
આપણા અને પરાયાને પણ ઓળખતું મારું આ મન
દુઃખ અને વિરહને પણ સહન કરતું મારું આ મન
કોઈને યાદ કરીને તડપતું રહેતું મારું આ મન
લાગણીઓના વરસાદમાં ભીંજાતું રહેતું મારું આ મન
શબ્દો કરતા લાગણીઓ ની ભાષા ને વધુ સમજ તું મારું આ મન
પંખી બની ઉડતું મારુ આ મન પાંખો વિના ઉડતું મારુ આ મન
હેતલ. જોષી…
(રાજકોટ)


















































