આ સડક મંજિલ સુધી લઈને જશે,
નાવ આ સાહિલ સુધી લઈને જશે,
લાગણી નસમાં ભરી છે દોસ્ત મેં,
એક સમયે દિલ સુધી લઈને જશે,
મારી ધીરજની કસોટી ના કરો,
ક્યાંક એ જાહિલ સુધી લઈને જશે,
છે તરસ વર્ષો જૂની દિલમાં મને,
લાગણીની ઝીલ સુધી લઈને જશે,
શબ્દ મારા પ્રેમ તારો આજ તો,
ગુંજવાને મહેફિલ સુધી લઈને જશે,
હિંમતસિંહ ઝાલા(બાલાસિનોર)


















































