ચૈત્રી નોરતામાં ઉપવાસ રોજ સાબુદાણાની ખીચડી અને મૌરયો તો કોને ભાવે? જમવામાં કંઇક નવું હોય તો ખાવાની પણ મજા આવે અને પેટ પણ ભરાય. તો આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ ફરાળી ઉત્તપમ. ફરાળી ઉત્તપમ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે…
સામગ્રી
- 1 વાટકી રાજગરાનો લોટ
- સ્વાદાનુંસાર સિંધવ મીઠું
- મરી પાઉડર
- અડધી વાટકી છાશ
- સમારેલા ઝીણા લીલા મરચા
- નાના-નાના બટાકાના ટુકડા
- ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત
- ફરાળી ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ ખીરું તૈયાર કરો.
- આ ખીરા માટે એક બાઉલ રાજગરાનો લોટ અને અડધી વાટકી છાશ લો.
- હવે આમાં સ્વાદાનુંસાર સિંધવ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- આ બધી સામગ્રી એડ કર્યા પછી એમાં મરી પાઉડર નાંખીને બરાબર હલાવી દો.
- હવે આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરશો એટલે ઢોસા જેવું ખીરુ બનશે.
- ખીરું તૈયાર થઇ જાય પછી એક બાઉલ લો અને એમાં ઝીણી સમારેલી કોથમીર, બટાકું અને લીલું મરચું લો.
- આ ખીરાને 10 મિનિટ સુધી રહેવા દો.
- 10 મિનિટ થઇ જાય પછી નોનસ્ટીક પેન લો અને એમાં ઉત્તપમનું ખીરું પાથરીને ઉપર સલાડ ભભરાવો.
- હવે આ ઉત્તપમને એક બાજુથી આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકો.
- તો તૈયાર છે ફરાળી ઉત્તપમ.
- તમે આ રીતે ફરાળી ઉત્તપમ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને તમારું પેટ ખાલી પણ નહિં રહે.
- આ ઉત્તપમ બનાવવા માટે તમે તૈયાર ફરાળી લોટ પણ લઇ શકો છો.


















































