જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો…
* અરે મૂકો માથાકૂટ,
* ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું,
* મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઇર્ષ્યા જ કરે છે,
* કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
* ક્યાં જવું છે અભિમાન રાખીને ?
* સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
* તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઇશ્વરને કરવા દો.
* તમે બસ ફુલઓન મજા કરો,
* બીજા શું કહેશે એ વિચારવાનું છોડીને આનંદ માણો.
* મજાથી શોખ પુરા કરો,
* ઉંમર સામું ના જુઓ,
* નાઇટઆઉટ કરો ,
* વરસાદમાં હડી કાઢી નહાવ,
* ઘરમાં કોઈ ન હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખૂલીને વાંચો,
* ભાવતી જમવાની અલગ અલગ ડિશ ટ્રાય કરો,
* દૂરદૂર રખડવા જતાં રહો,
* જોવાયુ એટલું જોઇ લો,
* ફરી લો,
* બસ દિલ ફાડીને જીવાય એટલું જીવી લો.
* કોઈને નડીએ નહિ એટલે ઘણું,
* બાકી હંમેશ અન્યના પ્રમાણપત્ર પર જીવવું જરુરી નથી.
* થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો. માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
* આ જન્મના કમૅ જોતાં કદાચ કૉનટરેકટ રિન્યુ ન પણ થાય,
* માટે જલસાથી જીવો.
અંત સમયે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઇએ કે “well played !” મજાની લાઈફ ભોગવ્યું એજ આપણું, બાકી કોઈ ગેરંટી નથી બાપુ…..
તમારું શું કહેવું છે મિત્રો ?


















































