નજરથી નજર મળી હશે ને કાંઈ વાત થઈ હશે,
એ એક મુલાકાત થોડી ખાસ થઈ હશે…
ધીરે ધીરે જીવનભરનો સાથ નિભાવવાની શરૂઆત થઈ હશે,
ને સપ્તપદીના વચનોથી બે જીંદગીઓ એક થઈ હશે…
તું ના બોલે છતાં હું સાંભળું તને એવા એક સંવાદની વાત થઈ હશે,
કદાચ ત્યારથી જ મૌન સાંભળવાની શરૂઆત થઈ હશે…
મેં લખ્યા શબ્દો અને તું બની મારી કવિતા,
કદાચ એટલે જ તો મારી કવિતા પ્રખ્યાત થઈ હશે…
નિસ્વાર્થ લાગણીથી જયારે ‘આપણે’નું સમીકરણ બન્યું હશે,
ત્યારે પ્રથમ પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે…


















































