આગામી તારીખ 30 મી ઓગસ્ટ સોમવારના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર નું ખાસ મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં જન્મયાં ગોકુળમાં પાલન પોષણ થયું અને ત્યારબાદ દ્વારકામાં આવી વસવાટ કર્યો. શ્રી દેવકીજી અને વસુદેવજી ના આઠમા સંતાન તરીકે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. બચપણમાં અનેક લીલાઓ કરી તેમનું જીવન અનેક રીતે લોકોને આજે પણ યાદ છે. મહાભારત યુદ્ધના સૂત્ર ધાર ગીતાના રચયિતા, પાપીઓનો સંહાર કરનારા અને સાક્ષાત ઈશ્વરના અવતાર તરીકે આજે આપણે તેમનો જન્મ દિવસ ઉજવીએ છીએ.

જન્માષ્ટમીનો તહેવાર દ્વારકા, ગુજરાત, ભારત અને દુનિયાના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકાના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી કેવી રીતે ઉજવવામાં આવે છે ,તેની વાત કરીશું . પુરાની દ્વારકા સોનાની હતી જે સમુદ્રમાં ડૂબી ગઈ હાલનું દ્વારકામાં આવેલું જગત મંદિર શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું. શિલ્પ શાસ્ત્ર નો એક અદ્ભુત નમૂનો છે. 150 ફૂટ જેટલી ઉંચાઈ ઉપર ભગવાન દ્વારકાધીશની બાવન ગજની ધજા તેના ઉપર રોજની 5 ના હિસાબે ચડાવવામાં આવે છે.

આના જેવી ધજા જગતના કોઇ પણ મંદિરમાં રાખવામાં આવતી નથી.
મંદિરના સંકુલમાં નાના-મોટા 20 જેટલા મંદિરો છે ભગવાન દ્વારકાધીશ, બલરામજી તેમની મુખ્ય પટરાણીઓ દેવકીજી ,અંબાજી વગેરેનો સમાવેશ થાય છે ભગવાન શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલી શારદાપીઠ પણ અહીં છે. જન્માષ્ટમીના દિવસે જગત મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે લાઇટ ડેકોરેશન મનને ગમે તેવું હોય છે .રાત્રિના સમયે તેની શોભા આહ્લાદક હોય છે.
Dwarkadhish Temple Darshan Timings
| TYPE | Time |
| Mangala Aarti | 6.30 to 8 |
| Sringar Aarti | 9 to 11 |
| Gwalbhog Aarti | 11.20 to 12 |
| Rajbhog Aarti | 12.20 to 1 |
| Utthapan Aarti | 5 to 5.30 |
| General | 5.45 to 7.15 |
| Sayan Aarti | 7.30 to 9 |
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ખુલ્લે પડદે સ્નાન કરાવવામાં આવે છે ,અને ત્યાર પછી વસ્ત્રો અને અલંકારો ધારણ કરાવવામાં આવે છે. ભગવાનના હાથમાં શંખ ,ચક્ર ,ગદા ,પદ્મ, ધારણ કરેલા છે .અનેક રત્નો અને અલંકારોથી મૂર્તિ ખૂબ જ શોભાયમાન લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણને જુદા જુદા ભોગ ધારવામાં આવે છે તેમજ જુદી જુદી આરતીઓ ઉતારવામાં આવે છે. આ સેવા દ્વારકાના પૂજારી કુટુંબ દ્વારા કરવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે દ્વારકા ગામની બજારો પણ શણગારવામાં આવે છે. ગુજરાત અને ભારતભરમાંથી હજારો લોકો જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવે છે . આખો દિવસ ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખી કરવા માટે લોકો પડાપડી કરતા હોય છે.
રાત્રે બરોબર બાર વાગ્યે ભગવાન દ્વારકાધીશના જન્મ સમયે દ્વાર ખોલવામાં આવેછે ,એકી સાથે હજારો લોકો નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલકીની ધૂનથી આખું મંદિર ગૂંજી ઉઠે છે .ટીવી ઉપર પણ જીવંત પ્રસારણ આખી દુનિયામાં બતાડવામાં આવે છે. આપ પણ આ વખતે જરૂર જોજો અને ઘરે બેઠા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવો.
ચાલો આજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વંદન કરીએ.


















































