તાલ ઠોકી તાનમાં જો થરકતા આપણે,
ફૂલ તોડી બાગનું, ને મરકતા આપણે.
માંગતા માંગી મદદ માનવી તો એ મર્યો,
કામમાં ખોવાઇને, ના ફરકતા આપણે.
ક્યાંક તો તણખો ઝરે, આગ પણ પ્રગટે ખરી,
હો અગન ત્યાં જળ બનીને ટપકતા આપણે.
આમ તો છે ઝાંઝવા નીર જેવું સુખ પણ,
તે છતાં પાછળ સદાયે ભટકતા આપણે.
કોલ આપ્યો છે તમે, કાયમી સંગાથ નો,
રાતમાં થઇ રોશની, જો દમકતા આપણે.
આમ જાણી જે તથ્યોને ડરીને ભાગતાં,
જાણવા તો કેમ દોડી ભટકતાં આપણે.
- સહિયારી ગઝલ કવિ / કવિયત્રીઓ
દિલીપકુમાર ત્રિવેદી
અલ્પા વસા
પારુલ ઠક્કર “યાદ”
જાનવી સોની “જાનું”
ચેતના ગણાત્રા “ચેતુ”
વસીમ લાંડા “વ્હાલા”


















































