થઈ ગઈ છે મહેફિલ વિરાન ને,
પરવાના જુવે શમાને પિગળતા- પિગળતા..
થઈ સાંજ ને હ્દય ઉદાસ થયું મારું,
તમે યાદ આવ્યાં આજ વિસરતા-વિસરતા…
ભીંજાવું ગમે તારી યાદોની વર્ષામાં,
છતાં ઉદાસ છું વરસાદમાં પલળતાં-પલળતાં.
તમારી યાદોને હ્દયમાં સાચવી છે તોયે,
તમે યાદ આવ્યાં આજ વિસરતા-વિસરતા..
ખીલેલું હતું બાગ તમારી યાદોનો,
જોઉં છું એ બાગને ઉજડતા-ઉજડતા..
ટુટી રહી છે શ્વાસની દોરી મારી ને,
તમે યાદ આવ્યાં આજ વિસરતા-વિસરતા..
✍️ કાનજી ગઢવી


















































