ઓહિયો,( USA ) મિશિગન ની આખી નાનકડી શાળા માં બધા થોમસ નામના વિધાર્થી ને અદૃલ શાહબુદ્દીન રાઠોડના ‘વનેચંદ’ જેવો જ ગણવા લાગ્યા હતા. તમામ શિક્ષકો અને મેનેજમેન્ટ થોમસ ને ઠોઠ, અક્કલ વગરનો જ કહેતા.
સ્કૂલમાં દાખલ થયા ને ૩ જ મહીના થયા હતા ને શિક્ષકે થોમસની માને બોલાવી ને કહી દીધું હતું; ‘ બેન તમારા બાબા ને લઈ જાઓ્. એતો ભણે એમ નથી, એનાં રવાડે બીજા વિધાર્થી ઓ નું ભણતર બગડશે. અમે તમારા બાળકને કોઈ સંજોગોમાં અમારી સ્કૂલમાં રાખી શકીએ એમ નથી.’
થોમસ આલ્વા એડિસન ઈલેક્ટ્રીક થી ચાલતો બલ્બ બનાવીને જગતમાં પ્રકાશ ફેલાવે એ સમય આવવાને બાકી હતો્. કદાચ એટલે જ થોમસ ની અંદર છુપી શકિતઓ તેના શિક્ષકોની દષ્ટિ ના અંધકાર માં દેખાઈ રહી ન હતી.
થોમસ ની માં પોતાના સંતાન ની ઉણપ સ્વીકારવા તૈયાર ન હતી. સ્કૂલ મેનેજમેન્ટ વાળાએ ગડગડીયુ પકડાવ્યું, તો માં એ થોમસ ને ઘરમેળે શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું. ભણવા પ્રત્યે ભારોભાર અરુચિ દાખવતા થોમસની પ્રકૃતિ સામાન્ય બાળક થી અલગ હતી. હાથમાં લીધેલ કોઈપણ કામ પ્રત્યે અસીમ ધૈર્ય, પરિશ્રમ ઉપરાંત અસાધારણ સ્મરણશક્તિ અને વિચક્ષણ કલ્પનાશક્તિ. એ બધું થોમસ ને વિશ્વવિખ્યાતી નાં શિખર પર પહોંચાડવા નાં એક એક પગથિયા સમાન હતું.
ઘરમેળે જે કાંઈ શિક્ષણ મળ્યું તેના આધારે થોમસે અન્ય જરૂરી શિક્ષણ તો મેળવ્યું, પણ ખાસ કરીને તેનું ચંચળ મન સતત કોઈ ને કોઈ પ્રયોગ-શોધ-નિરાકરણમાં જ રચ્યું પચ્યુ રહેતું હતું.
જેમ ભણતર માં શિક્ષકો નાં ઠપકા ઓ સહન કયૉ હતા એમ જ બાળપણ માં ગંભીર તાવ નો શિકાર બની પોતાના એક કાન ની શ્રવણશક્તિ ગુમાવી ચૂક્યો હતો.જો કે પોતાની આ નબળાઈ કે શારિરીક ક્ષતિ પોતાના ધ્યેય અને કલ્પનાઓ ને સાકાર કરવાનાં અથાગ પ્રયત્નો માં કોઈ જ સંજોગોમાં અંતરાય બની શકે તેવું મજબૂત મનોબળ વિખ્યાત વૈજ્ઞાનિક અને બેહદ સફળ બિઝનેસમેન બનવવામાં મૂળભૂત કારણ સાબિત થયું હતું.
થોમસ આલ્વા એડિસને ઈલેક્ટ્રીક થી ચાલતો બલ્બ બનાવવા બે હજાર કરતાં પણ વધારે નિષ્ફળ પ્રયોગો કર્યા હતા. એક સમય તો એવો પણ આવ્યો કે તેના સહકૅમીઓ એ હારી થાકીને હથિયાર હેઠા મૂકી દીધાં; “બોસ, તમેય મુકો આ વાત ને…. આપણે હજારો પ્રયોગો કર્યા પણ હવે નક્કી થઇ ગયું છે કે હવે આ બલ્બ નહીં બને” ત્યારે થોમસ આલ્વા એડિસને એમ કહ્યું કે, નિરાશ ન થાઓ મિત્રો, આપણે હવે સફળતા ની વધુ નજીક પહોંચી ગયા છીએ…. કારણ આ હજારો પ્રયોગો થી ભલે બલ્બ બનાવવા ની રીત સાબિત ન થઇ, પણ એ તો સાબિત થઈ ગયું કે આ નિષ્ફળ પ્રયોગો થી બલ્બ નહીં બને.એટલે આપણે નવો જ પ્રયોગ કરવાનો રહ્યો. જે કદાચ સફળ નીવડી શકે ને !
તમે વિચારી જુઓ વીજળી ના બલ્બ વગર ની દુનિયા ! વીજળી ના બલ્બની શોધ ન થઇ હોત તો તે પછી હજારો નહીં પણ લાખો શોધો ન થઇ હોત. ચંદ્ર પર જવાની વાત તો દુર રહી પણ કમ્પ્યુટર, ટેલિવિઝન અને લાખો આવિષ્કાર થોમસ આલ્વા એડિસન ની શોધ વગર શક્ય ન હોત.
ન સિર્ફ બલ્બ, બલ્કે થોમસ આલ્વા એડિસને ફોનોગ્રાફ પણ વિશ્ર્વ ને ભેટ આપ્યું. આજે કલ્પના પણ કરવી શક્ય નથી કે આજ થી એક સૈકા પહેલાં ઈલેક્ટ્રીક થી ચાલતા બલ્બનો પ્રકાશ હતો જ નહીં. કેટલાયે સ્તરે અંધારા હાંસીયામાં ધકેલાઈ જવાઈ તેવા બાળપણમાં થી મજબૂતાઇ થી, આપબળે સફળતા મેળવીને વિશ્વ ની આંખો ચકાચૌંધ કરી મૂકે તેવી શોધો કરનાર થોમસ આલ્વા એડિસન માટે ન જાણતા હોઈએ એવી પણ કેટલીક હકીકતો છે.
થોમસ આલ્વા એડિસન- એટલે વીજળી, ઈલેક્ટ્રીક થી ચાલતા બલ્બ નો શોધક- આપણે આટલું જ યાદ રાખેલું છે. કારણ સ્કૂલમાં ભણવામાં આવતું. પણ એવો પ્રશ્ન પૂછાય કે એડિસન જનરલ ઇલેક્ટ્રીક કે થોમસ હોઉસ્ટન ઈલેક્ટ્રીક કંપની કે જનરલ ઇલેક્ટ્રીક કંપની કે પછી જેના નામે ૨૩૩૨ પેટન્ટ નોંધાયેલી છે. તો પણ નામ તો થોમસ આલ્વા એડિસન નું જ આવે. ( હા, હજી એકવાર વાંચજો, ૨૩૩૨ શોધો )
દિવસમાં આપણે અનેકવાર લાઈટનું બટન પ્રેસ કરતા હોઈશુ. કદાચ વિશ્વ આખામાં કોઈ પણ સમયે પ્રકાશિત એક એક લાઈટ થોમસ આલ્વા એડિસન નાં કમબેક નો પુરાવો છે.
Source : Whatsapp