કાલનો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયરૂપાણીજીનો વીડિઓ ખૂબ જ વાયરલ થયો છે, આજકાલના કાબરચીતરા કપડાં પહેરીને બાઇકપર ધમધમાટ ચાલતા,તથા નવમી ચોપડી પણ પરાણે પાસ થયેલા યુવાનો તથા ભણેલા ગણેલા નબીરો કે જેમને મુખ્યમંત્રી કરતા પણ ઉંચા લેવલનું ભણતર અને ગણતર મેળવ્યું હશે તેઓ પણ ક્યારેય કોઈને માન આપવાનું શીખ્યા જ નથી કે ક્યારેય કોઈના સ્થાનને બિરદાવવાનું શીખ્યા નથી, કે માણસની ઉંમર, તેનો જમાનો,તેનો બોલવાનો ઉદ્દેશ્ય બસ આ બધું એક બાજુ મૂકીને એક અંગ્રેજી શબ્દ મેકડોનાલ્ડ્સ અને ફ્રેન્ચફ્રાઈસ જેવા શબ્દોને પકડીને આ સ્તરના વ્યક્તિની મજાક ઉડાવવી કેટલી યોગ્ય છે, શું આ શબ્દો શીખીને કે તે વસ્તુ ખાઈને કે વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરીને તમે લંકા જીતી લીધી છે?? આ બધા સિવાય પણ દુનિયા છે વહેલી તકે સમજી લેજો.. નબીરાઓ.. નહિ તો ભણેલા રહીને પણ કંગાળ જ રહેશો… જો તમે ઘરે બેઠા અભણ યુવાનો એકસો પાંત્રીસનો મસાલો ખાઈને કે ઉચ્ચ ભણતર મેળવેલ યુવાનો મોઢામાં સિગરેટ નાખીને આવી મજાક કરતા હોવ તો મુખ્યમંત્રી ના સ્તરે પહોંચીને બતાવો.. દરેક વ્યક્તિના સ્થાનને મહત્વ આપો…
ઉદ્દેશ્ય ખોટો હોય તો ચાર નહિ દસ વાતો કરો પરંતુ આવી નાની બાબતોને લઈને ચર્ચા અને મજાક તે આપણા દેશના નાગરિકને શોભા નથી આપતું.. જય હિન્દ..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “


















































