યજ્ઞેશના મમ્મી-પપ્પા બે દિવસ કામથી બહાર ગયેલા. યજ્ઞેશ યજમાનના ત્યાંથી યજ્ઞ પતાવીને ઘરે આવ્યો જ હતો અને એને ખબર પડી કે એની પત્ની રજોગુણી થયેલ છે અને ઘરના બધા જ કામની જવાબદારી એના શિરે આવી છે, કેમકે એમના ઘરમાં બધા સભ્યો નિયમોનું પાલન કરતા, તરત જ યજ્ઞેશે બધીજ જવાબદારી ઉપાડી લીધી.
સાંજનો સમય થતા યજ્ઞેશને કકડીને ભુખ લાગે છે પણ પત્નીને તો એ કંઈ કહી શકે નહી પણ આ તો બ્રાહ્મણનો દીકરો એટલે જમવાનું પણ બનાવવા માંડે છે. યજ્ઞેશની આંખે પત્નીને જોતા ઝળઝળિયાં આવી જાય છે છતાં એકીટશે એની સામે જોતા, આંખો લુંછતા એ ડુંગળી સુધારે જાય છે અને એ જ સમયે એમના મમ્મી-પપ્પા પણ પરત આવી જાય છે એમને જોતા જ એ આંખો લૂછી ઉભો થઈ જાય છે…
– સંકેત વ્યાસ (ઈશારો)


















































