વૈશ્વિક ક્લાઈમેટ ઈનોવેટર ટ્રાને ટેક્નોલોજીસ (NYSE : TT) દ્વારા થર્મો કિંગ ભારતની કોરોના રસીકરણની પહેલને મજબૂત બનાવે છે અને તે એન્ડ-ટુ-એન્ડ રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજની સુવિધા પૂરી પાડે છે. કોલ્ડરશ લોજિસ્ટિક્સ, સ્નોમેન લોજિસ્ટિક્સ, કોલ્ડમેન લોજિસ્ટિક્સ, ગીતી કેરીયર્સ, અલ્ગોર સપ્લાય ચેઈન સોલ્યુશન્સ અને રીમા ટ્રાન્સપોર્ટ જેવી અગ્રણી લોજિસ્ટિક્સ કંપનીઓ જીવન બચાવતી રસીઓને રસીકરણ સ્થળ સુધી પહોંચાડવા માટે થર્મો કિંગ રેફ્રિજરેશન યુનિટ્સનો ઉપયોગ કરે છે.
‘આજે દેશમાં ઉપયોગમાં લેવાઈ રહી છે તે અને મોડર્ના અને ફાઈઝર બાયોએનટેક જેવી રસીઓ ભારતમાં આવવાની છે તે બધી જ રસીઓ માટે તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતને હવાઈ, દરિયાઈ, રોડ અથવા રેલ માર્ગે પરિવહન કરતી તાપમાન માટે સંવેદનશીલ રસીઓની કોલ્ડ ચેઈનમાં બ્રેક પરવડી શકે નહીં,’ તેમ જણાવતાં ટ્રાને ટેક્નોલોજિસ એચવીએસી એન્ડ ટ્રાન્સપોર્ટના ભારત અને સાર્ક દેશોના લીડર કિશોર પાટીલે ઉમેર્યું કે, ‘જો આ ચેઈનમાં બ્રેક પડે તો ભારતમાં હજી સુધી રસીકરણ ન થયું હોય તેવા અનેક લોકો માટે ઊંચા મૂલ્યની, જીવન બચાવતી રસીનો સંપૂર્ણ લોડ બગડી શકે છે.’
થર્મો કિંગ રેફ્રિજરેશન યુનિટ્સ લાંબા સમય સુધી 25થી 70 સેલ્સિયસ ડિગ્રી સુધીનું તાપમાન યોગ્ય રીતે જાળવી શકે છે અને તે રસીના બગાડનું જોખમ અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે તથા રસ્તામાં પ્રત્યેક સ્તરે તેને સલામત રાખી શકે છે.
થર્મો કિંગ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા અને ચંડીગઢ જેવા શહેરો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક રસીઓના અવિરત અને સલામત પરીવહનમાં મદદરૂપ થાય છે.
કંપની ફાઈઝર બાયોએનટેક જેવી અત્યંત નીચા તાપમાનની જરૂરિયાતો સાથે ભારતમાં મંજૂર થનારી નવી રસીઓના આગમનને સહયોગ કરવા માટે પણ તૈયાર છે. થર્મો કિંગના સુપરફ્રીઝર્સ -70 સેલ્સિયસનું અત્યંત નીચું તાપમાન સેટ કરી શકે છે અને પરંપરાગત રીચ-ઈન ફ્રિઝર્સની સરખામણીમાં 60 ગણી વધુ રસીઓનો સંગ્રહ કરી શકે છે. આ સોલ્યુશન ડ્રાય આઈસનો સમય લંબાવી શકે છે અથવા તેની જરૂરિયાતને દૂર પણ કરી શકે છે.
યુએસ થર્મો કિંગના રેફ્રિજરેશન યુનિટ્સ ફેડએક્સ અને યુપીએસ જેવી પરીવહન કંપનીઓ દ્વારા ફાઈઝર રસીના પરીવહન અને વિતરણ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ‘અમને આશા છે કે અમેરિકામાં રસીના વિતરણમાં અમારો અનુભવ અમને ભારતમાં રસીના વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવવામાં મદદરૂપ થશે,’ તેમ કિશોરે કહ્યું હતું.


















































