ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સિરિઝ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં દિગ્ગજ ઓલરાઉન્ડર રવિંન્દ્ર જાડેજા અને ઝડપી બોલર મોહમ્મદ સમીનું કમબેક થયું છે. ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
બીસીસીઆઈએ વર્લ્ડ WTCની ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા માટે 20 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં ચાર ઓપનર્સ, ચાર મિડલ ઓર્ડર બેટ્સમેન, છ ઝડપી બોલર, ચાર સ્પિનર્સ અને બે વિકેટકિપરનો શમાવેશ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈની વરિષ્ઠ પસંદગી સમિતિએ આજે ટીમની જાહેરાત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સાઉથેમ્પટનમાં 18 થી 22 જુન વચ્ચે રમાશે. ત્યાર બાદ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર વચ્ચે ભાર્ત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની શરૂઆત નોટિંઘમમાં 4 ઓગષ્ટે યોજાશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગષ્ટે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગષ્ટે લોડ્સમાં રમાશે. ચોથી ટેસ્ટ લંડનના ઓવેલ મેદાન પર 2 સપ્ટેમ્બરે થશે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ માંચેસ્ટરમાં 10 સપ્ટેમ્બરે યોજાશે.
Team
રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ કપ્તાન), હનુમા વિહારી, ઋષભ પંથ (વિકેટકિપર), આર અશ્ચિન, રવિચંન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, ઋદ્ધિમાન સહા (વિકેટકિપર).
VR Sunil Gohil


















































