• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

જીવની સદગતિ કેવી રીતે?

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
37 1
A A
0
42
SHARES
157
VIEWS
Share on WhatsappShare on Facebook

અંધકારમાં ટોર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, પરંતુ ટોર્ચ હોવા છતાં તે વાપરતા ન આવડતું હોય તે વધુ દયનીય છે. એ જ રીતે અંધકારભર્યા સંસારમાં ધર્મની સમજણ ન હોય કે અજ્ઞાન ભરેલું હોય તેવી વ્યક્તિ ચોક્કસ દયાને પાત્ર છે પરંતુ ધર્મનું જ્ઞાન હોવા છતાં આચરણના અભાવે અંધારામાં જ ભટકતો રહે તે જીવ વધુ દયનીય છે.

જીવમાત્રની મુખ્ય ચાર ગતિ છે. ૧) નારકીગતિ ૨) તિર્યંચગતિ ૩)મનુષ્યગતિ અને દેવગતિ. સદગતિ એટલે અશુદ્ધ આત્માનું શુદ્ધ આત્મા તરફનું ગમન એટલે કે સંસારના ભૌતિક સુખને ત્યાજી આધ્યાત્મિક સુખ તરફ આગળ વધવું તે. સદગતિ પ્રધાનપણે પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં પૈસો, પદ, પ્રતિષ્ઠા વગેરે કિસ્મત કે નિયતિને આધિન છે. જ્યારે ધર્મ અને મોક્ષની એટલે કે સદગતિની પ્રાપ્તિ પુરુષાર્થને આધીન છે. પરંતુ આપણે ઉલટું જ કરીએ છીએ. ધર્મ અને સદગતિને કિસ્મતને હવાલે છોડી દઈએ છે અને પૈસા અને ઈચ્છાઓ પાછળ ભાગીયે છીએ. એટલે કે જ્યાં પુરુષાર્થની જરૂર નથી ત્યાં પુરુષાર્થ કરીએ છીએ અને જ્યાં પુરુષાર્થની જરૂર છે, તેને ભગવાન ભરોસે છોડી દઈએ છીએ. જીવનમાં જેટલી પરાધીનતા કે પરવશતા છે તેની પાછળનું મૂળભૂત કારણ કર્મ છે. પરલોકનો જો વિચાર પણ ન આવતો હોય તો માનવું કે ધર્મના મૂળભૂત સત્યો હજુ હૃદયમાં બેઠા જ નથી. સમજદારને તો જન્મથી જ ધર્મની જરૂર પડે. બેવકૂફને જ ધર્મની જરૂર ન પડે. આપણા બધાના જીવનમાં રહેલી અતિશય અને અવિરત પીડાઓ પાછળ ક્રોધરૂપી અધર્મ અને દ્વેષરૂપી અધર્મ અને મમતારૂપી અધર્મ જ જવાબદાર છે. જે આપણી સદગતિની યાત્રાના અવરોધો છે. સદગતિના મુખ્ય 6 કારણો છે. જીવનમાં રાહત ઈચ્છતી વ્યક્તીએ સદગતિના આ બધા કારણોને સમજી યથાર્થ પુરુષાર્થ કરવો આવશ્યક છે.

૧) અકામનિર્જરા – નિર્જરા એટલે બાંધેલા કર્મોથી મુક્ત થવું. અને અકામ એટલે નિર્જરા વખતે કોઈ રાગ કે દ્વેષનો ભાવ ન હોવો. નિર્જરા અકામ ન હોય એટલે કે ઇચ્છા સાથેની હોય ત્યારે તે સકામનિર્જરા કહેવાય. જે આત્મા આવી પડેલા દુઃખનો હાયવોય કર્યા વગર, સંકલેશ કર્યા વિના, દ્વેષના તીવ્ર ભાવો વગર, શાંતિથી સહન કરે તેણે અકામનિર્જરા કરી કહેવાય. ભારે કષ્ટો શાંતિથી વેઠવા, દુઃખો ભોગવતી વખતે પોતાના કર્મોને જ જવાબદાર ઠેરવવા, અન્ય નિમિત્તોને દોષ ન દેવો, તેઓની નિંદા ન કરવી, તેઓનું ખરાબ ન બોલવું વગેરે અકામનિર્જરાના ઉદાહરણો છે. જે જીવ શાંતિથી દુઃખ વેઠે છે એ અકામનિર્જરા કરી એવું પુણ્ય બાંધે છે, જે તેને સદગતિ તરફ લઈ જાય છે. તમે સંપૂર્ણ સાચા હોવા છતાં તમારી સાથે અન્યાય થતો રહે અને તમે હસતે મોઢે કોઈ ફરિયાદ વગર કે અન્ય ખરાબ કર્મો (એટલે કે બદલાની ભાવના, શ્રાપ આપવો, નિંદા કરવી વગેરે) ન બાંધો તેને અકામનિર્જરા કહેવાય. જે ખૂબ મોટો ગુણ છે. હા એક વાત યાદ રાખવી જરૂરી છે કે અન્ય સાથે અન્યાય થતો હોય ત્યારે તેને મદદ કરવી એ ધર્મ છે, પરંતુ પોતાની સાથે થતાં અન્યાયને પોતાના જ કર્મોની સજા સમજી લેવું તે સદગતિનું એક ઉમદા કારણ છે. દુઃખ વેઠનાર બધા અકામનિર્જરા નથી કરતા, પરંતુ શાંતિથી હાયવોય કર્યા દુઃખ વેઠનાર અકામનિર્જરા કરે છે. ટૂંકમાં સહન કરવાથી કશું ગુમાવવાનું નથી, માત્ર મેળવવાનું જ છે. આ તો સો રૂપિયાના મુડીરોકાણ સામે લાખ રૂપિયાનો નફો મેળવવા જેવી વાત છે. દુઃખ તો જીવનમાંથી ઠુંસ કાઢી નાખવા માટે હોય છે. જે મનશુદ્ધિ, આત્મકલ્યાણ અને ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે. અધર્મ કરતા ધર્મની તાકાત વધારે છે. પ્રકાશના એક કિરણ સામે ગાઢ અંધકારએ પણ હાર સ્વીકારવી પડે છે, તે આપણે સૌ જાણીએ છીએ. અનંતકાળથી અડ્ડો જમાવીને બેઠેલા કર્મોને ખેરવવા અકામનિર્જરારૂપ પુરુષાર્થ અનિવાર્ય છે.

૨) મંદકષાયો – જીવમાત્રને પીડતા મુખ્ય ષટરિપુ એટલે કે છ કષાયો છે. ક્રોધ, કામ (ઈચ્છાઓ) લોભ, મોહ(આસક્તિ) અહંકાર અને ઈર્ષા. વારંવાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ જીવન અને મરણ આત્મા માટે કલંકરૂપ છે. આપણી પ્રકૃતિ કે સ્વભાવ આપણું જ સર્જન છે. આવી સ્વભાવરૂપ પ્રકૃતિને અંદરથી બદલવી એ જ સાચી તપશ્ચર્યા છે. મનુષ્યજીવન સાથે જોડાયેલા આવા તીવ્ર છ કષાયોને મંદ કરી, પ્રકૃતિ બદલવી આપણા હાથમાં છે અને આ કાર્યમાં સફળતા મળતા જીવની સદગતિની યાત્રા શરૂ થઈ જાય છે. અહીં મન મારીને જીવવાની વાત નથી પરંતુ મન પર વિજય મેળવવાની વાત છે. ગંભીરતા, સહિષ્ણુતા, ખાનદાની વગેરે મંદકષાયોમાંથી ફલિત થતા ગુણો છે. સદગતિ માત્ર મંદિરોમાં જવાથી જ બંધાય એવું નથી નોકરી-ધંધામાં મંદકષાયયુક્ત સંસારી સદગતિ જ બાંધતો હોય છે. વળી અકામનિર્જરા કરતા મંદકષાયોનો રસ્તો થોડો વધુ સરળ છે.

૩) શુભ-લેષ્યા – મૃત્યુનું કારણ જન્મ અને જન્મનું કારણ કર્મ એ આપણે સૌ જાણીએ છીએ. અકર્મીને જન્મ નથી અને જેનો જન્મ નથી તેનું મૃત્યુ પણ નથી. આખું જગત મૃત્યુથી ભાગાભાગ કરે છે પણ જન્મથી કંટાળેલા કેટલા? જ્યાં સુધી જન્મ છે ત્યાંસુધી આંતરિક દુઃખો રહેવાનાં. વળી દુઃખો આપણા અધર્મની જ નિશાની છે. જ્યારે દુઃખ આવે ત્યારે આપણા પાપથી પ્રાપ્ત કર્યું છે તેવો ભાવ કરવો જેથી લેષ્યા શુભ બંધાય. સતત સારા ભાવમાં રહેવું, માફ કરવું, મોટો જીવ રાખવો, જતું કરવું, સરળ રહેવું, કપટ કે વિશ્વાસઘાત ન કરવા, બિનજરૂરી પંચાતમાં રસ ન લેવો વગેરે શુભ લેશ્યા જ છે. જે ઉત્તમ આભામંડળ તૈયાર કરે છે, જેમાં પાપ કરવું લગભગ અશક્ય બની જાય છે અને સદગતિ બંધાય છે. સંસારની ચડ-ઊતરની નિસરણી જ એવી છે કે જેટલું ઊતરો એટલું ચડવું જ પડે એટલે કે સુખ જોઈતું હોય તો દુઃખ ભોગવવું જ પડે. પૈસાની અછતનું દુઃખ ખુબ ભોગવ્યું હોય પછી તેની પ્રાપ્તિ થાય તો સ્વાભાવિક સુખ લાગે. જેટલી દુઃખની માત્રા ઉંચી તેટલી સુખની અનુભૂતિ વધારે. પરંતુ વાસ્તવમાં આ તો ડ્રેસિંગ કરવા ગૂમડું ઉભું કરવા જેવી અજ્ઞાનતા છે. સંસારના સુખ ડ્રેસિંગ જેવા છે, ઘા પહેલા પાડવો પડશે. સંસારમાં સુખ વાસ્તવમાં છે જ નહીં અને જ્યાં સુધી મોક્ષનું મહત્વ નહીં સમજાય, ત્યાં સુધી તેની તાલાવેલી જાગશે ક્યાંથી? મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવું એ જ વાસ્તવમાં શુભલેષ્યા છે. માત્ર થોડાઘણા પુણ્ય કરવાથી કે નિયમો પાળવાથી શુભલેશ્યા આવતી નથી પરંતુ સતત એકધારી ઉત્તમવૃત્તિ, ઉદારવૃત્તિ એ જ શુભલેશ્યા છે, જે સદગતિનું અગત્યનું કારણ છે. ઘણીવાર અશુભલેશ્યાવાળો જીવ ધર્મ કરતો હોય(એટલે ધર્મ પાછળનો હેતુ કે ભાવ ખરાબ હોય) તો પણ પાપ બાંધે છે અને શુભલેશ્યાવાળો જીવ પાપ કરતો હોવા છતાં પણ પુણ્ય બાંધે છે. ટૂંકમાં બધી લેશ્યાની એટલે કે ભાવની જ માયા છે. હું અને મારું એવી સ્વાર્થવૃત્તિ, કૈક મફતમાં મળતું હોય તો જરૂર ન હોવા છતાં વાપરવાની વૃત્તિ કે ખાઈ લેવાની વૃત્તિ, વળી જાહેર-મિલકત જેવી કે ધરમશાળા, બાગબગીચા, નદી-તળાવ વગેરે પ્રત્યેની આપણી બેદરકારી એટલે કે કોના બાપની દિવાળી? એવી બુદ્ધિ સાથે વસ્તુ વાપરવી એ અશુભલેષ્યા છે. જે દુર્ગતિ તરફ જીવને લઈ જાય છે. શુભલેશ્યા કેળવવા આપણે આપણી વૃત્તિઓનું અવલોકન સતત કરવું પડે, અશુભને દૂર કરી શુભનુ બેગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. ટૂંકમાં તમારા મનોભાવની વાત ચાર-જણ વચ્ચે કરતા શરમ ના આવે તે સારી વૃત્તિ કે શુભલેશ્યા કહેવાય.

૪) શુભધ્યાન – શુભધ્યાન એટલે ધર્મધ્યાન કે શુકલધ્યાન એટલે કે સતત ઈશ્વરસ્મરણ, દયા-દાન, ભક્તિ, તપ, યોગ, ધર્મ-ગ્રંથોનું વાંચન, સત્સંગ, કથાશ્રવણ, મનન અને નિદિધ્યાસન વગેરે શુભધ્યાન કહેવાય. જે મનને શુદ્ધ કરવાના સાધનો છે. જેના દ્વારા સદગતિ સરળ બને છે. ધ્યાન ચાર પ્રકારના હોય છે, ૧) આર્તધ્યાન ૨) રૌદ્રધ્યાન ૩) ધર્મધ્યાન અને ૪) શુકલધ્યાન. સામાન્ય રીતે ધ્યાન એટલે એકાગ્રતા. ચિત્ત જ્યારે ધર્મ કે શુભકામનામાં એકાગ્ર થાય ત્યારે તેને શુકલધ્યાન કહેવાય. સુખની અપેક્ષાએ ધ્યાન કરવું તે આર્તધ્યાન છે. જીવનભર યોજનાઓ બનાવી અને ભવિષ્યની ચિંતામાં પ્લાનિંગ કરવા એ પણ આર્તધ્યાનનું ઉદાહરણ છે. કર્તવ્યના વિચાર પણ આર્તધ્યાન છે. ધર્મધ્યાન પણ સંસારની ભાવનાથી થાય તો તે આર્તધ્યાન બને છે. જ્યારે ચિત્ત ક્રૂરતા, ઉશ્કેરાહટ આવેગ, પરપીડામાં આનંદ કે હિંસાના ભાવમાં એકાગ્ર થાય ત્યારે તેને રૌદ્રધ્યાન કહેવાય. અનુકુળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ એટલે આર્તધ્યાન. આવા આર્તધ્યાનને ટાળી શુભધ્યાન, ધર્મધ્યાન કે શુકલધ્યાનની આરાધના કરવી સદગતિ માટે અનિવાર્ય છે.

૫) ગુણસ્થાનક – ગુણો ઉત્પન્ન કરતું સ્થાન એટલે ગુણસ્થાનક. જ્યાંથી સદગુણો પ્રાપ્ત થાય તેવું સ્થાન એટલે ગુણસ્થાનક. તમામ સદગતિના કારણોમાં આ ઉત્તમ કારણ છે. કેમ કે અહીં સદગતિ ઉપરાંત આત્મકલ્યાણ પણ થાય છે. બાકીના બધા કારણોમાં સદગતિની ગેરંટી છે, પરંતુ આત્મકલ્યાણ થાય પણ ખરું અને ન પણ થાય. જ્યાં સુધી ભય ન દેખાય ત્યાં સુધી આપણે સાવચેતી શું રાખવાના? એ રીતે ગુણ અને ગુણસ્થાનક બંને જુદા છે. ગુણ આવે એટલે ગુણસ્થાનક આવી જાય તેવું નથી. દાખલા તરીકે સોનું અને સોનાની ખાણ બે જુદી બાબત છે. રત્ન જેવા આધ્યાત્મિક ગુણ આત્મામાંથી ઉત્પન્ન થાય તેવી આત્માની દશાને ગુણસ્થાનક કહે છે. એટલે કે આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિનું સ્થાન એટલે ગુણસ્થાનક. જે મોક્ષમાર્ગનો રાજમાર્ગ છે. સદગતિ માટે અનેક કારણો છે, પરંતુ મોક્ષ માટેનો અમોઘ ઉપાય એટલે ગુણસ્થાનકની પ્રાપ્તિ. આમ ગુણસ્થાનક એ મુક્તિ અને સદગતિ બંનેનું કારણ છે. સદગતિ એટલે દુર્ગતિની સરખામણીમાં ઓછી પીડા અને વધુ સુખ. જ્યારે મુક્તિ એટલે દુઃખોથી સંપૂર્ણ મુક્ત થવું અને અવિરત આનંદની પ્રાપ્તિ કરવી. આધ્યાત્મિકગુણો ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે પ્રથમ એની તરસ જાગે. ત્યારબાદ વૈરાગ્ય આવે કેમ કે સંસારથી વિમુખ થયા વગર આત્માના ગુણો ઉદભવે નહીં. જેમ પ્રકાશ માટે અંધકારને છોડવો જ પડે. આપણે કહીએ કે મારે પ્રકાશ જોઈએ છે પણ અંધકાર છોડવો નથી તો તે કેમ શક્ય બને? આમ વૈરાગ્ય આધ્યાત્મિકગુણો પ્રાપ્તિની પૂર્વશરત છે. વૈરાગ્ય એટલે સંસારને મનમાંથી કાઢવો તેના માટે ગિરનારની ગુફામાં જતું રહેવાનું નથી. ધર્મમાં ચૌદ ગુણસ્થાનકોની ચર્ચા છે, આવા ગુણસ્થાનકો સદગતિનું મહત્વનું કારણ છે.

૬) દ્રવ્યથી વિરતિ – વિરતિ એટલે વિરામ એટલે સંયમ. વિરતિની વિશાળતકો માત્ર મનુષ્યભવમાં છે. ઉચ્ચ ચારિત્ર એ પાપની વિરતિ છે. સર્વવિરતી તો માત્ર મનુષ્ય જ પામી શકે, એટલે જ માનવ યોની દુર્લભ ગણી છે. કેમ કે ઉચ્ચ ધર્મની આરાધના માટે ફક્ત શરીરબળ નહીં મનોબળ પણ જોઈએ. આવું વિશિષ્ટ અને શક્તિશાળી મન પ્રભુએ માત્ર મનુષ્યને જ આપ્યું છે. જે દેવયોનિમાં પણ પ્રાપ્ત નથી. એટલા માટે સર્વવિરતિનો ઉચ્ચ ધ્યેય દરેક મનુષ્યે હાંસલ કરવો જોઈએ. વિરતિ બે પ્રકારે થાય. ૧) દ્રવ્યથી વિરતિ ૨) ભાવથી વિરતિ, ભાવથી વિરતિ ગુણસ્થાનકમાં તેમજ શુભલેષ્યામાં સમાવિષ્ટ છે. ટૂંકમાં પાપથી વિરતિ એટલે અશુભનો ત્યાગ. કંઈ પણ મન-વચન-કર્મથી અયોગ્ય ન થઈ જાય તે માટેનો સંયમ કેળવવો એટલે વિરતિ. દ્રવ્યવિરતિના બે પ્રકાર ૧) સર્વવિરતિ – એટલે સર્વ પ્રકારના પાપોનો ત્યાગ ૨) દેશવિરતિ એટલે અંશથી પાપોનો ત્યાગ અને ધીરે ધીરે થોડા થોડા પાપોમાંથી મુક્ત થવું. જે જીવ દેશવિરતિનું પાલન કરે તેને મનુષ્યભવની પ્રાપ્તિ અવશ્ય થાય, જ્યારે સર્વવિરતિના નિયમોનું પાલન કરનારને દેવીયોનીની પ્રાપ્તિ શક્ય બને. તમામ પ્રકારનાં પાપ બંધાય અવિરતિ (અસંયમ) તેમજ મિથ્યાત્વ (સાચા ને ખોટું અને ખોટાને સાચું સમજવું તે) ને લીધે, વળી આપણી તમામ ખામીઓ અકબંધ જળવાઈ રહે કદી તેમાં પરિવર્તન ન આવે, સુધારો ન થાય તેની પાછળનું મુખ્ય કારણ અજ્ઞાન છે. જેથી અજ્ઞાનથી છુટકારો આવશ્યક છે, તે વગર આ છ સદગતિના કારણો કોઈ રીતે સહાય કરી શકે નહીં. જ્ઞાનપ્રાપ્તિની સાથે જ અકામનિર્જરા શક્ય બને, કષાયો મંદ પડે, શુભધ્યાન અને શુભલેશ્યા પ્રાપ્ત થાય, ગુણો પ્રાપ્ત કરવાની તલપ જાગે અને સર્વવિરતિ દ્વારા અકલ્યાણકારી બાબતોથી મુક્ત થઈ આત્મકલ્યાણ શક્ય બને.

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare17Tweet11Scan
ADVERTISEMENT
Previous Post

વનવાસ માટે વાંક મંથરાનો જ નથી

Next Post

ઈજારો

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ઈજારો

ઈજારો

શ્રીમદ્ભ ભગવદગીતા અધ્યાય ૧ | Voice – Rajnikant Raval | iGujju.com

શ્રીમદ્ભ ભગવદગીતા અધ્યાય ૪

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.