સવારે ઉઠીને તમે તમારા શરીરની સફાઇ કરો છો અને બહાર જતી વખતે તમારો ચહેરો સુંદર દેખાય તે માટે મેક-અપ પણ કરો છો. જ્યારે મેક અપ કરો છો તે પહેલા અને બાદમાં પણ તમે તમારા ચહેરાનું ખૂબ ધ્યાન રાખો છો. ત્યારે નાઇટ રૂટિન પણ એટલુ જ જરૂરી છે. નાઇટ રૂટિન ફોલો કરવાથી તમારી સ્કિન સારી રહે છે.
- સૌથી પહેલા તમારો મેક-અપ રીમૂવ કરી લો. મેક-અપ રીમૂવ કરવા માટે ઘણા લિક્વીટ બજારમાં ઉપલબ્ધ છે. તમે કોકોનટ ઓઇલથી પણ મેક-અપ રીમૂવ કરી શકો છો.
- મેક-અપ રીમૂવ કર્યા બાદ તમે તમારા ચહેરાને સૂટ થતા ફેશવોશથી ચહેરો ધોઇ લો. બાદમાં તેને લૂછી લો.
- ત્યારબાદ ચહેરા પર સ્ક્રબ કરહી લોય ઘરેલુ સ્ક્રબ કરવા માટે બેકિંગ પાવડર અને રોઝવોટરને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. ત્યારબાદ તેને ધોઇ લો.
- છેલ્લે એલોવેરા જેલ લગાવીને સુઇ જાવ. સવારે ઉઠશો ત્યારે તમારી સ્કીન ચમકી ઉઠશે.
આમ જો તમારે ચહેરા પર ચમક જોઇતી હોય તો આ સ્ટેપ્સને ફોલો કરો.


















































