ગુરુવાર તારીખ ૪થી જૂલાઇએ સવારે જગન્નાથ મંદિરજે જમાલપુર સ્થાને આવેલું છે ત્યાંથી સવારે ૭-૦૦ વાગ્યે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે
ત્યારબાદ સવારના ૯-૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રથયાત્રા પહોંચશે
થયાથી સવારના ૯-૪૫ વાગ્યે રાયપુર ચકલા મુકામે રથયાત્રા આવશે અને ત્યારબાદ
સવારના લગભગ ૧૦-૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા પર થી પસાર થશે, ત્યાંથી સવારના
૧૧-૧૫ કલાકે કાલુપુર સર્કલ થઇ અને સવારના લગભગ ૧૨-૦૦ વાગ્યાની આજુબાજુ
સરસપુર થઇ અને બપોરે ૧-૩૦ કલાકે સરસપુરથી રથયાત્રા પરત ફરશે,
એ પછી ૨-૦૦ વાગ્યે કાલુપુર સર્કલ, ૨-૩૦ પ્રેમદરવાજા, ૩-૧૫એ દિલ્હી ચકલા, ૩-૪૫ શાહપુર દરવાજા, ૪-૩૦ આર.સી.હાઇસ્કૂલ, ૫-૦૦ વાગ્યે ઘીકાંટા, ૫-૪૫ પાનકોરનાકા, ૬-૩૦ માણેકચોક અને ૮-૩૦એ નિજમંદિરે પરત ફરશે. રૂટના આ તમામ સ્થાનોએ રથયાત્રા શ્રધ્ધાળુ ભકતજનોને દર્શન માટે પાંચ-પાંચ મિનિટ ઉભી રહેશે.
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી જેટલો લાંબો હોય છે.


















































